બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એકતરફ મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યાં છે. એવામાં બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. હોટલમાં ઉપસ્થિત ધારાસભ્યોના સમર્થન સાથે ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પત્ર લખ્યો છે. પત્રમાં શિંદેએ પોતાની સાથે 42 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જેમાં શિવસેનાના 34 અને 8 અપક્ષ ધારાસભ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
ADVERTISEMENT
અમારી મુશ્કેલીઓને ક્યારેય તમે નથી સાંભળી: એકનાથ શિંદે
ADVERTISEMENT
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર ચિઠ્ઠીમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, 'અમારા માટે ઉદ્ધવના ઘરના દરવાજા બંધ કેમ? અમારી પરેશાની તમે કયારેય ન સમજી જોઇ. અઢી વર્ષમાં ઉદ્વવ ઠાકરેએ અમને આપણા નથી સમજ્યા. અમે સતત રજૂઆત કરતા રહ્યાં પણ અમારી એક પણ ન સાંભળી. અમને ક્યારેય વર્ષા બંગલામાં પ્રવેશ નથી આપવામાં આવ્યો. અમારી મુશ્કેલીઓને ક્યારેય તમે નથી સાંભળી. અમે સતત અવાજ લગાવ્યો, જેને તમે નથી સાંભળ્યો. આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા જતા અમને કેમ રોકવામાં આવ્યાં? રાજ્યસભા ચૂંટણીમાં પણ અમારી પર ભરોસો કેમ ના મૂકવામાં આવ્યો?'

ADVERTISEMENT
પત્રના મુખ્ય મુદ્દા:
ADVERTISEMENT
જુઓ ગુવાહાટીની હોટલમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા ધારાસભ્યો કોણ-કોણ છે?
1. મહેન્દ્ર હોરી
2. ભરત ગોગાવલે
3. મહેન્દ્ર દળવી
4. અનિલ બાબર
5. મહેશ શિંદે
6. શાહાજી પાટીલ
7. શંભુરાજે દેસાઈ
8. ધનરાજ ચૌગુલે
9. રમેશ બોરનારે
10. તાનાજી સાવંત
11. સંદીપન બુમરે
12. અબ્દુલ સત્તાર
13. પ્રકાશ સુર્વે
14. બાલાજી કલ્યાણકર
15. સંજય સિરસાટ
16. પ્રદીપ જયસ્વાલ
17. સંજય રાયમુલકર
18. સંજય ગાયવાડ
19. એકનાથ શિડે
20. વિશ્વનાથ ભોઈર
21. શાંતારામ મોરે
22. શ્રીનિવાસ વાંગા
23. પ્રકાશ આબિટકર
24. ચિમનરાવ પાટીલ
25. સુહાસ કાંડે
26. કિશોરપ્પા પાટીલ
27. પ્રતાપ સરનાઈક
28. યામિની જાધવ
29. લતા સોનવણે
30. બાલાજી કિન્નીકર
31. ગુલાબરાવ પાટીલ
32. યોગેશ કદમ
33. સદા સરવનકર
34. દીપક કેસરકર
35. મંગેશ કુંદલકર
36. દાદા ભૂસે
37. સંજય બાંગડ
38. સંજય રાઠોડ
ADVERTISEMENT
અપક્ષ ધારાસભ્યો કે જેઓ હાલ ગુવાહાટીમાં છે
1. રાજકુમાર પટેલ
2. બચ્ચુ કાડુ
3. નરેન્દ્ર ભોંડેકર
4. રાજેન્દ્ર પાટીલ યાડ્રાવકર
5. ચંદ્રકાંત પાટીલ
6. મંજુલા ગર્વિત
7. આશિષ જયસ્વાલ
માત્ર ધારાસભ્યો જ નહીં, પરંતુ 17 સાંસદ પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતરતા જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાલ ગુવાહાટીમાં હાજર છે. તો વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે, તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેઓએ કહ્યું કે, માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.
.jpg)
આવી સ્થિતિ વચ્ચે એકનાથ શિંદે આજે રાજ્યપાલને પણ મળી શકે છે અને પોતાની સાથે ભાજપનું સમર્થન હોવાનો દાવો કરી શકે છે. આ સિવાય એકનાથ શિંદે રાજ્યપાલને પત્ર આપીને શિવસેના પાર્ટી પર પોતાનો હક હોવાનો દાવો કરી શકે છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના વધારે ધારાસભ્ય હોવાના કારણે શિવસેના પર શિંદે પોતાનો દાવો કરી શકે છે. આજે શિંદે સમર્થકોના નિર્ણય પર સૌ કોઇની મિટ મંડરાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.