બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 PM, 3 September 2025
એકમ કસોટીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એક એકમ કસોટી લેવામાં આવશે. બે સત્રની બે એકમ કસોટી લેવામાં આવશે. બન્ને એકમ કસોટી 25-25 ગુણની રહેશે. અગાઉ માસીક એકમ કસોટી લેવામાં આવતી હતી, પરંતુ હવે માસિક એકમ કસોટીને સ્થાને સત્ર દિઠ એક જ એકમ કસોટી લેવામાં આવશે.
ADVERTISEMENT
જાણીતા લેખક રવિન્દ્રભાઇ પારેખના ઓપનિયન મેેગેઝિનમાં લખાયેલા એક આર્ટિકલને ટાંકીએ તો એકમ કસોટીઓ નિરર્થક છે એવી રજુઆત GCERTના પૂર્વ નિયામક ડો. નલિન પંડિતે ઘણા વખતથી સરકારને કરી હતી, પણ સરકારે તેમની વાત કાને ધરી ન હતી. જે બાદ તેમણે ઉપવાસથી આંદોલનનાં મંડાણ કર્યાં હતા, તેમને અનેક શિક્ષક સંઘોએ ટેકો જાહેર કર્યો હતો અને જોતજોતામાં તેની રાજ્ય વ્યાપી અસરો પણ પડી. આ જ આર્ટિકલ અનુસાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી ડિંડોરને પત્ર લખીને એકમ કસોટીની સમીક્ષા કરવા અંગે પત્ર પણ લખ્યો હતો. . મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ – ભાવનગરે તો શિક્ષણ મંત્રીને એકમ કસોટી નાબૂદ કરવાની જ સીધી અને સ્પષ્ટ વાત કહી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તૈયારીઓ, શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળશે બેઠક
ADVERTISEMENT
મહત્વનું છે કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત બાળકોના 360 ડિગ્રી મુલ્યાંકન બાબતની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ એ બાબતનો અભ્યાસ કરવાનો હતો કે એકમ કસોટીને કારણે થતા શિક્ષકોના વર્કલોડને ધ્યાનમાં રાખીને શું કરી શકાય. સમિતિએ તેના અભ્યાસમાં જણાવ્યું હતું કે બાળકોનું 360 ડિગ્રી મુલ્યાંકન કરવું હોય તો એકમ કસોટીમાં ફેરફાર કરવો જોઇએ જેથી શિક્ષકોનો વર્કલોડ ઓછો થાય અન બાળકોનું સમગ્ર મુલ્યાંકન થાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.