ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Education News 10 and 12 board exam cancal in 8 city of gujarat

શિક્ષણ સમાચાર / ધોરણ 10-12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર : આ શહેરોમાં પરીક્ષા મોકૂફ

Published By: Gayatri

Last Updated: 09:57 AM, 10 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરથી ધો-10 વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8 મનપા વિસ્તારની શાળામાં પરીક્ષા નહી યોજાય. 15થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષા નહી યોજાય.

ADVERTISEMENT

  • ધો-10 વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર
  • 8 મનપા વિસ્તારની શાળામાં નહી યોજાય પરીક્ષા
  • 15થી 30 એપ્રિલ દરમિયાન નહી યોજાય પરીક્ષા

ગાંધીનગરમાં ધો-10 વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8 મનપા વિસ્તારની શાળામાં પરીક્ષા નહી યોજાય. 15થી 30 એપ્રિલ દરમિયાન પરીક્ષા નહી યોજાય. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના વિધાર્થીઓ DEOની મંજુરી લેવી પડશે. પરીક્ષા બાબતે શિક્ષણ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે. 

આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરવામા આવી

ધો.10-12ની બોર્ડ પરીક્ષાને લઈને શિક્ષણવિભાગે નવા આદેશ આપ્યા છે. પહેલા ગુજરાત બોર્ડે 15થી 17 એપ્રિલ સુધી ધો.10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા શાળા કક્ષાએ લેવા સૂચના આપી હતી. પરંતુ કોરોનાને પગલે આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરવામા આવી છે અને અન્ય શહેરો-ગામોમાં હવે 15થી 17 એપ્રિલને બદલે 15થી 30 એપ્રિલ સુધી લેવા માટે સૂચના આપવામા આવી છે.

કોરોનાને કારણે પરિક્ષાઓ મોકૂફ

ધો.10માં ફરજીયાત મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે અને ચિત્ર, ઉદ્યોગ, સંગીત સહિતના ઘણા મરજીયાત વિષયોની પરીક્ષા શાળાએ પોતાની રીતે લેવાની હોય છે અને આ પરીક્ષાના ગુણ સ્કૂલ દ્વારા બોર્ડને મોકલી આપવામા આવે છે. આ મરજીયાત વિષયોની 50 ટકા પ્રેક્ટિકલ અને 50 ટકા થીયરીની પરીક્ષા હોય છે. આમ તો દર વર્ષે આ પરીક્ષા અગાઉથી જ એકેડમિક કેલેન્ડરમાં દર્શાવી દેવાય છે અને ફેબ્રુઆરીમાં લઈ લેવાતી હોય છે પરંતુ કોરોનાને પગલે કેલેન્ડર તૈયાર કરાયુ નથી અને બોર્ડે આ પરીક્ષા તમામ સ્કૂલોને 15-17 એપ્રિલ દરમિયાન લઈ લેવા સૂચના આપી હતી.

આ શહેરોમાં પરિક્ષા મોકૂફ

કારણકે 10મી મેથી બોર્ડ પરીક્ષા શરૃ થતી હોય તે પહેલા સ્કૂલોને પરીક્ષા લઈને ને ગુણ ઓનલાઈન મોકલી દેવા સૂચના આપવામા આવી હતી. પરંતુ કોરોનાના સતત વધતા કેસોને પગલે બોર્ડે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, જામનગર, ગાંધીનગર અને ભાનવગર સહિતના આઠ મહાનગરોમાં આ પરીક્ષા મોકુફ કરી દીધી છે. જ્યારે અન્ય શહેરો-ગામોની ધો.10ની સ્કૂલોમાં આ પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાની રહેશે પરંતુ કોરોનાને લઈને  વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે બોર્ડે પરીક્ષાના દિવસો વધાર્યા છે. હવે બોર્ડે સ્કૂલોને 15-30 એપ્રિલ સુધી પરીક્ષા લેવા પરિપત્ર કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Board Exam Education News gujarat ગુજરાત બોર્ડ એક્ઝામ શિક્ષણ સમાચાર Education News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ