Team VTV04:24 PM, 19 Feb 22
| Updated: 04:28 PM, 19 Feb 22
રાજ્ય સરકાર દ્વારા 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને નિર્ણય જાહેર કર્યો છે.
10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે
રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી નિર્ણય જાહેર કર્યો
ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.
જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવેલ છે.
10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ કરાશે
અન્ય એક ટ્વિટમાં વાઘાણીએ જણાવ્યું કે, કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.
કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે.