બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Education Minister appeals to teachers to close open bores in the state

અપીલ / 'શાળા, કોલેજ કે ગામમાં બિનજરૂરી ખુલ્લા બોર બંધ કરો', બોરવેલમાં બાળકો ફસાઇ જતા ગુજરાતના તમામ શિક્ષકોને શિક્ષણમંત્રીની વિનંતી

Vishal Khamar

Last Updated: 10:47 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા માટે શિક્ષણમંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે. જેમાં શાળા, કોલેજ, ગામમાં બિનજરૂરી ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણમંત્રી દ્વારા સૌ શિક્ષકોને અપીલ કરવામાં આવી છે.

  • રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણમંત્રીની શિક્ષકોને અપીલ
  • શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના શિક્ષકોને સંબોધીને લખ્યો પત્ર
  • શાળા, કોલેજ, ગામમાં બિનજરૂરી ખુલ્લા બોરને બંધ કરોઃ શિક્ષણમંત્રી

રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણમંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે. રાજ્યનાં શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકોને સબંધોની પત્ર પણ લખ્યો છે. જેમાં શિક્ષણ મંત્રી દ્વારા બિનઉપયોગી ખુલ્લા બોર બંધ કરવાનું કામ ગુરૂજનો ઉપાડે. તેમજ એક અઠવાડિયા સુધી સંવેદનાં સાથે આ કામ કરા તેવી અપીલ કરી છે. 

ગુરુજનો આ કામ કરશે તો હું તેમને અભિનંદન પત્ર મોકલીશઃ શિક્ષણમંત્રી
આ બાબતે વધુમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને અપીલ કરી હતી કે,  દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે, રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે. જે ગુરુજનો આવા સેવાના વ્યક્તિગત કામ કરશે, તેઓને હું વંદન સાથે અભિનંદન પત્ર મોકલીશ તથા ટેલીફોનિક કે રૂબરૂ અભિનંદન પણ પાઠવીશ. આપને આ સામાન્ય લાગતા, પણ બહુ મોટાં પુણ્યકાર્ય માટે, હું આજ્ઞા સ્વરૂપે નહી, પણ એક માનવીય અને સંવેદનાપૂર્ણ સેવાયજ્ઞ કરવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કરી રહ્યો છું.

વધુ વાંચોઃ આ અમદાવાદી યુવક છે રિવરફ્રંટનો સુપરહીરો, હજારો લોકોની કરી ચૂક્યો છે મદદ

Dwarka Kalyanpur rescued an innocent angel trapped in a borewell.

9 કલાકની ભારે જહેમત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કઢાઈ હતી
હાલ થોડા સમય પહેલા જ દ્વારકાનાં કલ્પાણપુર તાલુકાનાં રાણા ગામે 100 ફૂટ ઉંડા બોરવેલમાં 30 ફૂટે અઢી વર્ષની બાળકી ફસાઈ હતી. હતી. ત્યારે આ દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા  બાળકીને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી હતી. લાંબા સમય બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ફરજ પર હાજર ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનો તેમજ વહીવટી તંત્રમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ