બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Sabarmati river front frogman akash helps you to find your important things lost in river

FROGMAN / આ અમદાવાદી યુવક છે રિવરફ્રંટનો સુપરહીરો, હજારો લોકોની કરી ચૂક્યો છે મદદ

Megha

Last Updated: 02:37 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રિવરફ્રંટ પર ફરો છો, બોટિંગ કરો છો કે કોઈ પણ એક્ટિવિટી કરો છો, આ દરમિયાન તમારો ફોન નદીમાં પડી જાય તો? તો ચિંતા ન કરો, એક ફોન કરો અને અમદાવાદી આકાશ સુપરહીરોની જેમ આવશે અને તમારો ફોન હાજર કરી દેશે.

  • એક ડૂબકી અને તમારો કિમતી સામાન પાછો તમારા પાસે લાવી દેશે આકાશ.
  • 150થી વધુ લોકોને આકાશે ડૂબતા બચાવ્યા છે.
  • સીબીઆઈને કેસ સોલ્વ કરવામાં પણ આકાશે મદદ કરી છે.

અમદાવાદના રિવરફ્રંટ પર એક સાથે 15-20 જણાનું ટોળું જામેલું છે. વચ્ચે એક ભાઈ ઉભા છે, તેમના ચહેરા પર ટેન્શન છે, અને બાકીના બધાના ચહેરા પર ઈંતેજારી છે. વાત એમ છે કે ગઈકાલે રાત્રે બોટિંગ કરવા દરમિયાન આ ભાઈનો મોબાઈલ નદીમાં પડી ગયો હતો, એટલે તેમને તો એમ કે મોબાઈલ હવે ગયો. પણ તેમને એક એવા વ્યક્તિનો ફોન નંબર મળ્યો, જે નદીમાં પડેલો મોબાઈલ પાછો લાવી શકે છે. એટલે જ ટોળાના ચહેરા પર ઈંતેજારી દેખાઈ રહી છે. એટલી જ વારમાં એક યુવક પાણીમાંથી બહાર આવે છે, અને હાથ ઉંચો કરીને મોબાઈલ બતાવે છે, આખું ટોળું ચિચીયારીઓ પાડીને યુવાનને વધાવી લે છે. 

... તો આકાશને ફોન કરો


આ યુવાન છે આકાશ દંતાણી. અમદાવાદીઓ અને રિવરફ્રંટની મુલાકાતે આવતા લોકોનો અસલી સુપરહીરો.   અમદાવાદી હોય કે બહારગામથી આવતા પ્રવાસીઓ રિવરફ્રંટ બધાનું ફેવરિટ છે. રોજેરોજ હજારો લોકો રિવરફ્રંટની મુલાકાત લેતા હશે, અને બોટિંગ, ક્રૂઝમાં લંચ ડિનર, કાયકિંગ જેવી એક્ટવિટી કરતા હશે. જો આ કોઈ પણ એક્ટિવિટી દરમિયાન તમારી સોનાની વીંટી, ચશ્મા, મોબાઈલ જેવી કોઈ પણ કિમતી વસ્તુ પાણીમાં પડી જાય તો આકાશ આવશે અને તમારી વસ્તુ એક ડૂબકીમાં શોધી આપશે.

રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે આકાશ


જેની વસ્તુ પાણીમાં પડી જાય અને આકાશ શોધી આપે તેના માટે તો તે દેવદૂત છે. પણ આકાશ કરે છે શું. આકાશ એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છે. પણ, જ્યારે કોઈ તેને ફોન કરીને બોલાવે તો તે પોતાનું કામ છોડીને, આવક જતી કરીને પણ રિવરફ્રંટ પર આવીને વસ્તુ શોધી આપે છે. જો કે, આકાશ ક્યારેય કોઈની પાસે સામેથી પૈસાની ડિમાન્ડ કરતા નથી, પરંતુ જેની વસ્તુ મળી જાય તેવા મુલાકાતીઓ તેમને ખુશી ભેટ આપે તો તે સ્વીકારી લે છે. 

 

 

અનસોલ્વ્ડ કેસ પણ આકાશની મદદથી સોલ્વ થયા


અહીં રસપ્રદ વાત એ છે કે સાબરમતી નદી પર રિવરફ્રંટ બન્યા બાદ વસ્તુઓ પડી જવાના કિસ્સા વધ્યા છે. એટલે આકાશ સતત કોઈને કોઈની મદદ કરતા રહેતા હોય છે. આકાશના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા 10 વર્ષથી નિયમિત આ રીતે મદદ કરે છે. એટલે સુધી કે તેમણે લોકલ પોલીસ અને સીબીઆઈને નદીના પેટાળમાં પડેલા એવા પુરાવા શોધી આપ્યા છે, જેને લીધે અઘરામાં અઘરા કેસ સોલ્વ થયા છે. આ માટે સીબીઆઈ ગાંધીનગર બોલાવીને સર્ટિફિકેટ આપી આકાશનું સન્માન પણ કરી ચૂકી છે.   જો કે, આ તો કાંઈ નથી. આકાશ સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા કૂદેલા કે પછી નદીમાં પડી ગયેલા 150થી વધુ લોકોને બચાવી પણ ચૂક્યા છે. 

વધુ વાંચો: જીવનથી હતાશ થયેલા લોકો માટે સુરત પોલીસ બની "દેવદૂત", દોઢ વર્ષમાં 49 લોકોના પ્રાણ બચાવ્યા

બાળપણનો શોખ, સેવામાં પલટાયો


આકાશને પાણી સાથે લગાવ છે, રિવરફ્રંટના બદલે જ્યારે સાબરમતી નદીનો પટ હતો, ત્યારે આકાશ પરિવાર સાથે અહીં જ રહેતા હતા. રિવરફ્રંટ બનતા તેમણે નવું રહેઠાણ શોધવું પડ્યું, અને હાલ તેઓ રાયખડ ખાતે ફૂટપાથ પર વસવાટ કરે છે. આકાશને પાણીનો ડર નથી. તેમનું બાળપણ નદીના કોતરોમાં ધૂબાકા મરતા વીત્યું છે, અને આ જ ટેલેન્ટનો ઉપયોગ હવે તેઓ લોકોને મદદ કરવા માટે કરે છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ