બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, કેટલાક મતદાન મથકો પર બબાલના બનાવ, તો 5 જગ્યાએ EVMમાં ખામી

ચૂંટણી 2024 / શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, કેટલાક મતદાન મથકો પર બબાલના બનાવ, તો 5 જગ્યાએ EVMમાં ખામી

Last Updated: 07:02 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રાજ્યમાં લોકસભાના પર્વમાં આજે વહેલી સવારથી મતદાન મથક પર લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે નર્મદા,જેતપુર,ઉપલેટા,બનાસકાંઠા અને નવસારીમાં ક્યાંક EVM તથા વીવીપેટમાં ખામી જોવા મળી હતી

રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીના મતદાન સમયે કેટલાંક સ્થળ પર બબાલ થઈ હતી. સાબરકાંઠા બેઠક પર અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એન.શાહ સ્કૂલના મતદાન મથક પર EVMને લઈ બબાલ થઈ હતી. EVM ખોટકાયા બાદ ગ્રીન લાઈટ બતાવતુ હોવાનો આક્ષેપ થયા બાદ પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો.

બબાલના બનાવો

કોંગ્રેસના કાર્યકરોએ બબાલ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ASPએ મુલાકાત કરી મામલો થાળે પાડ્યો હતો. જ્યારે કચ્છ બેઠક પર ભુજના RTO મતદાન મથક પર મોબાઈલ લઈ જવા બાબતે પોલીસ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ સાથેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં શાંતિ નિકેતન સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી. ભાજપના કાર્યકરો પરિવાર સાથે મતદાન મથકમાં પ્રવેશતા કોંગ્રેસના એજન્ટે અટકાવ્યા હતા. તેથી ફરજ પરના પોલીસ કર્મચારીઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.

વાંચવા જેવું: મરણ પ્રસંગમાં પણ વડોદરાના મોભા ગામના પરિવારે નિભાવી મતદાનની ફરજ, સ્મશાન યાત્રા અટકાવી વોટિંગ કર્યું

EVMમાં ખામી સર્જાવાની ઘટના

રાજ્યમાં લોકસભાના પર્વમાં આજે વહેલી સવારથી મતદાન મથક પર લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે નર્મદા,જેતપુર,ઉપલેટા,બનાસકાંઠા અને નવસારીમાં ક્યાંક EVM તથા વીવીપેટમાં ખામી જોવા મળી હતી. મતદાન મથકો પર EVM બગડતા તંત્ર દોડતું થયું હતું. EVM મશીન બંધ થતાં કતારમાં ઉભેલા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ