બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat police saved 49 lives in one and a half years

મિશન 'ઓપરેશન જિંદગી' / જીવનથી હતાશ થયેલા લોકો માટે સુરત પોલીસ બની "દેવદૂત", દોઢ વર્ષમાં 49 લોકોના પ્રાણ બચાવ્યા

Kishor

Last Updated: 09:47 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ સાબિત થઈ છે. સુરત પોલીસે દોઢ વર્ષમાં 49 જેટલા લોકોને આપઘાત કરતા બચાવી જીવન જીવવાની શીખ આપી છે. જેને લોકો બિરદાવી રહ્યા છે.

  • સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત બની
  • પોલીસે દોઢ વર્ષમાં 49 જેટલા લોકોને આપઘાત કરતા બચાવી લીધા
  • એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનની સુવિધા શરૂ કરવામાં આવી

સુરત પોલીસ પાસે ગુનાખોરીને ડામવા અને ગુનેગારોને પકડવા શ્રેષ્ઠ CCTV નેટવર્ક છે. જોકે આ નેટવર્ક હવે માત્ર ગુનેગારોને પકડવા માટે કે ટ્રાફિક જામની સ્થિતિને કંટ્રોલ કરવા પુરતુ જ નથી રહ્યું. હવે આ નેટવર્ક લોકોને બચાવવા માટે પણ ઉપયોગી બની રહ્યું છે. કારણકે આ CCTV નેટવર્કની મદદથી સુરત પોલીસે દેવદૂત બનીને અત્યાર સુધીમાં અનેક લોકોને આત્મહત્યા કરતા બચાવ્યા છે. આવી ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

આત્માહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું સ્થળ પર જ કાઉન્સિલિંગ

જેના માટે એક ખાસ કંટ્રોલરૂમ શરૂ કરી તેમાં સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી છે. આ કંટ્રોલ રૂમમાં કોલ કરનારનું સૌ પ્રથમ લોકેશન અને ડિટેઈલ કાઢવામાં આવે છે. ત્યાર બાદ કોલ જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે વિસ્તારની પોલીસ સ્થળ પર પહોંચી જીવ બચાવી લે છે. ઘણી ઘટના ઓમાં પોલીસ દ્વારા માત્ર પોલીસ નહીં પરંતુ એક તબીબની જેમ આત્માહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું સ્થળ પર જ કાઉન્સિલિંગ કરી તેને જીવન જીવવાની શીખ આપવામાં આવે છે. 

સુરત પોલીસ શહેરીજનો માટે ખરા અર્થમાં દેવદૂત બની
બીજી બાજુ અહીં કન્ટ્રોલ રૂમમાં લાગેલા CCTV કેમેરાનો ઉપયોગ કરી સુરત શહેરના તમામ બ્રિજ પર પણ વોચ રાખવામાં આવે છે. જેનાથી કોઈ વ્યક્તિ જો કોઈ વાર બ્રિજ પરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક તેની હિલચાલ જોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનો જીવ બચાવી શકાય છે. આમ સુરત પોલીસ શહેરીજનો માટે ખરા અર્થમાં દેવદૂત સાબિત થઈ રહી છે અને પોલીસની આ કામગીરીની ચારે બાજુ પ્રશંસા થઈ રહી  છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ