બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કોરોના પછી હવે ઇબોલાનો ખતરો, WHOએ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય કટોકટી

તમારા કામનું / કોરોના પછી હવે ઇબોલાનો ખતરો, WHOએ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય કટોકટી

Jinal Chauhan

Last Updated: 02:55 PM, 30 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી બાદ હવે ઇબોલા વાયરસના વધતા કેસોએ દુનિયાભરમાં ચિંતા વધારી છે. આફ્રિકાના કોંગો અને યુગાન્ડામાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના પગલે WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ઇબોલાના નવા બુન્ડીબુગ્યો સ્ટ્રેનને લઈને આરોગ્ય એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

કોરોના મહામારી પછી હવે દુનિયામાં વધુ એક ખતરનાક વાયરસે ચિંતા વધારી છે. આફ્રિકાના દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર બનતાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તેને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ વખતે ઇબોલાનો એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે, જેને "બુન્ડીબુગ્યો સ્ટ્રેન" તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સ્ટ્રેન ઝડપથી ફેલાઈ શકે છે અને હાલમાં તેના માટે સંપૂર્ણ રીતે મંજૂર રસી અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. તેથી વિશ્વભરની આરોગ્ય એજન્સીઓ એલર્ટ મોડ પર છે.

ઇબોલાનો નવો સ્ટ્રેન કેટલો ખતરનાક?

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઇબોલા વાયરસ કોરોના કરતાં વધુ જીવલેણ માનવામાં આવે છે. કોરોનામાં મૃત્યુદર પ્રમાણમાં ઓછો હતો, જ્યારે ઇબોલાથી સંક્રમિત થયેલા લગભગ અડધા દર્દીઓના મોત થઈ શકે છે. મેડિકલ અહેવાલો મુજબ ઇબોલાનો મૃત્યુદર લગભગ 50 ટકા સુધી પહોંચી શકે છે. જોકે આ વાયરસ કોરોના જેવી રીતે હવામાં ફેલાતો નથી, જેના કારણે તેનો ફેલાવો પ્રમાણમાં ધીમો રહે છે.

ઇબોલા વાયરસ કેવી રીતે ફેલાય છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇબોલા વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, પરસેવો, લાળ અથવા શરીરના અન્ય પ્રવાહી સાથે સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ હવામાંથી ફેલાતો નથી, તેથી કોરોના વાયરસની સરખામણીએ તેનો સંક્રમણ દર ઓછો માનવામાં આવે છે. આ કારણસર તેને વૈશ્વિક મહામારી બનવાનો ખતરો હાલમાં ઓછો હોવાનું માનવામાં આવે છે.

summer car care (1)

અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા?

WHO અને અમેરિકાની આરોગ્ય એજન્સીઓના અહેવાલ મુજબ અત્યાર સુધી 900થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાં 100થી વધુ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. ઉપરાંત અનેક લોકોના મોત પણ નોંધાયા છે. કોંગોના ઇટુરી, નોર્થ કિવુ અને સાઉથ કિવુ વિસ્તારો હાલમાં સૌથી વધુ પ્રભાવિત હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે યુગાન્ડામાં પણ ઇબોલાના અનેક કેસ સામે આવ્યા છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ સામાન્ય લાગતો તાવ પણ બની શકે છે ખતરો, આ લક્ષણો દેખાય તો દોડજો ડોક્ટર પાસે

શું રાખવી સાવધાની?

આરોગ્ય નિષ્ણાતો લોકોની અપીલ કરી રહ્યા છે કે સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી સાથે સીધો સંપર્ક ટાળવો, સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું. વિશ્વભરની આરોગ્ય એજન્સીઓ હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bundibugyo Strain Ebola Virus WHO Health Emergency
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ