બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / રાત્રે દહીં ખાવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો ડોક્ટરો શું કહે છે

તમારા કામનું / રાત્રે દહીં ખાવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો ડોક્ટરો શું કહે છે

Jinal Chauhan

Last Updated: 12:57 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો માને છે કે રાત્રે દહીં ખાવાથી શરદી-ખાંસી થાય છે, જ્યારે કેટલાક તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાવે છે. તો હકીકત શું છે? ચાલો જાણીએ નિષ્ણાતોની સલાહ.

ભારતીય ઘરોમાં રાત્રે દહીં ખાવું જોઈએ કે નહીં તે અંગે વર્ષોથી ચર્ચા ચાલતી આવી છે. દાદી-નાની ઘણીવાર રાત્રે દહીં ખાવાની ના પાડે છે જ્યારે ઘણા હેલ્થ એક્સપર્ટ્સ દહીંને પાચન માટે ફાયદાકારક ગણાવે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર રાત્રે દહીં ખાવું કે નહીં તેનો જવાબ વ્યક્તિની તબિયત, પાચનશક્તિ અને ખાવાના સમય પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ માટે તેના પરિણામો અલગ હોઈ શકે છે.

શું કહે છે નિષ્ણાતો?

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે રાત્રે દહીં ખાવાથી દરેક વ્યક્તિને શરદી કે ઉધરસ થાય છે એવી માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. દરેક વ્યક્તિની શરીર રચના અને સહનશક્તિ અલગ હોય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જોકે જેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સ અથવા દૂધથી એલર્જી હોય તેઓને દહીં ખાધા પછી ગેસ, પેટ ફૂલવું અથવા અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

Curd

દહીં ખાઈને તરત સૂઈ જવું કેમ ખોટું?

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે દહીંની રચના થોડી ઘટ્ટ હોય છે. જો કોઈ વ્યક્તિ દહીં ખાધા પછી તરત જ સૂઈ જાય તો પાચનની પ્રક્રિયા ધીમી પડી શકે છે. આ સ્થિતિમાં એસિડ રિફ્લક્સ, છાતીમાં ભારપણું, પેટમાં ગેસ અને ફૂલવાની સમસ્યા થઈ શકે છે. કેટલીક વખત આ કારણોસર રાત્રે ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે.

vtv hiring

આ પણ વાંચોઃ રોટલી કે ભાત...ગરમીમાં બપોરે શું ખાવુ વઘુ ફાયદાકારક? જાણી લો મહત્વની વાત

રાત્રે દહીં ખાતા પહેલાં આ 3 વાતો ધ્યાનમાં રાખો

  • બજારમાં મળતી વધારે ખાંડવાળી દહીંની જગ્યાએ ઘરમાં બનાવેલી સાદી દહીં ખાવાનું પસંદ કરો.
  • જો તમને IBS (ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ) અથવા દૂધની એલર્જી હોય તો રાત્રે દહીં ખાવાનું ટાળો.
  • ભારે ભોજન સાથે મોડીરાત્રે દહીં ખાઈને તરત સૂઈ જવાથી એસિડિટી અને રિફ્લક્સની સમસ્યા વધી શકે છે.

તો શું રાત્રે દહીં ખાઈ શકાય?

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો તમારી પાચનશક્તિ સારી હોય અને તમને દૂધ સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો મર્યાદિત માત્રામાં દહીં ખાવાથી સામાન્ય રીતે નુકસાન થતું નથી. પરંતુ દહીં ખાધા પછી તરત સૂઈ જવાનું ટાળવું જોઈએ અને તમારા શરીરની પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

eating curd at night curd benefits digestive health
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ