ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નાસ્તા કે ભોજનમાં રોજ બટેકા ખાઓ છો? શરીરનો વળી જશે દાટ, ફાયદા કરતાં નુકસાન ઘણા

તમારા કામનું / નાસ્તા કે ભોજનમાં રોજ બટેકા ખાઓ છો? શરીરનો વળી જશે દાટ, ફાયદા કરતાં નુકસાન ઘણા

Last Updated: 02:46 PM, 24 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

ADVERTISEMENT

સામાન્ય રીતે દરેક શાકભાજીમાં બટકાનો ઉપયોગ થતો હોય છે, એટલે જ તેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. ભારતમાં દરેક ઘરમાં તેનું શાક તૈયાર કરવામાં આવે છે. બટાકા માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ પૌષ્ટિક પણ છે. બટાકા કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. પરંતુ, શું દરરોજ બટાકા ખાવાથી સ્વાસ્થ્ય પર ફાયદો થાય છે? ચાલો, જાણીએ બટાટા ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે.

potato

બટાકા ખાવાના ફાયદા

બટાકામાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે આપણી પાસે ઊર્જાનો સારો સ્ત્રોત છે. તે ફિટનેસ સેન્ટર જાય તેવા લોકો અને શારીરિક કામકાજ કરતી વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. બટાકામાં પોટેશિયમની સારી માત્રા હોય છે, જે તમારા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓથી બચાવે છે.

potatos-benefits.jpg

શરીર માટે પોષણ

બટાકામાં વિટામિન C પણ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ વિટામિન શરીરને સારું રાખવામાં અને રોગોથી લડવામાં મદદરૂપ છે. બટાકામાં ફાઈબર પણ હોય છે, જે પાચનક્રિયા માટે શ્રેષ્ઠ છે. આથી, તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

potato.jpg

બટાકા ખાવાના ગેરફાયદા

બટાકામાં ઊંચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે, જે લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધારી શકે છે. આથી, ડાયાબિટીસના દર્દીઓ માટે બટાકાને ટાળવાની સલાહ આપવામાં આવે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે, જે વજન વધારવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને જો તેનો ઉપયોગ બિનજરૂરી રીતે થાય. તળેલા બટાકા ખાવાથી તેમાં રહેલા પોષક તત્ત્વો ઓછી પોણે છે. તેથી, વધુ પોષણ માટે બટાકાને બાફીને અથવા શેકીને ખાવું શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ માટે 10 મેસેજ કરી લો સેવ, દરેક શબ્દમાં દેશભક્તિ

શું દરેકે દરરોજ બટાકા ખાવું જોઈએ?

જો બટાકાને યોગ્ય રીતે અને સાચી માત્રામાં ખાય, તો તે ફાયદાકારક થઈ શકે છે. આ માટે, દરરોજના ભોજનમાં બટાકા ખાવાની રીતમાં ફેરફાર કરો. ક્યારેય તળેલા બટાકા ખાવાની જગ્યાએ બાફેલા અથવા શેકેલા બટેટાને પસંદ કરો. આ રીતે, તમારું સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

potato health lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ