બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Earthquake wreaks havoc in Kutch district of Gujarat On 26th January 2001, Kutch was rocked by an earthquake.

કારમા ઘા / જાપાન જેવું વિનાશક દ્રશ્ય! 23 વર્ષ પહેલા આ જ મહિનામાં ગુજરાતમાં આવી પડી હતી સૌથી મોટી આફત, 20,000 લોકોના થયા હતા મોત

Dinesh

Last Updated: 07:59 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquake news: દુનિયાના 10 સૌથી વિનાશક ધરતીકંપમાં ગુજરાતના કચ્છમાં 26મી જાન્યુઆરી 2001ના આવેલા ભૂકંપનો સમાવેશ થાય છે

  • ભૂકંપે ગુજરાતના કચ્છ જિલ્લામાં વિનાશ વેર્યો હતો
  • 26મી જાન્યુઆરી 2001ના રોજ કચ્છને ભૂકંપે હચમચાવ્યો હતો 
  • જે ભૂકંપમાં 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા


Earthquake news: આજે જાપાનના ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરની આજુબાજુ આવેલા 7.5ની તીવ્રતાના મોટા ભૂકંપ બાદ ભયાનક સુનામી ત્રાટકી છે. સુનામીને કારણે દરિયાએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને દરિયામાં મોટા મોટા મોજા ઉછળ્યાં હતા. 7.6 ની તીવ્રતાના ભૂકંપના કારણે જાપાનના સમુદ્રના કેટલાક ભાગોમાં 5 મીટર સુધીના મોજા ઉછળ્યા હતા. સુનામી આવતાં લોકો જીવ લઈને ભાગતાં જોવા મળ્યાં હતા. સેંકડો લોકોને તેમનું ઘર ખાલી કરાવી દેવાયું છે અને સલામત સ્થળે લઈ જવાયા છે, ત્યારે આવા જ કંઈક તબાઈના દર્શ્યો આજથી 23 વર્ષ  પહેલા આ જ જાન્યુઆરી મહિનામાં કચ્છમાં સર્જાયા હતાં. જે ભૂકંપે જાપાન જેવો જ ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ વિનાશે વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

Earthquake of 3.5 magnitude shakes parts of kutch

2001ના ભૂકંપને ભુજ ભૂકંપ તરીકે પણ ઓળખાય છે
વર્ષ 2001નો ભૂકંપ જેને ભુજ ભૂકંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 20,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ સાથે હજારો મકાનો ધરાશાયી થયા અને લાખો લોકો બેઘર બન્યા હતા. 

     એ જ રીતે વર્ષ 2004માં દક્ષિણ એશિયાએ કદાચ અત્યાર સુધીની સૌથી વિનાશક કુદરતી આફતોનો સામનો કર્યો હતો. 2.1ની તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 100 ફૂટની સુનામી આવી હતી.આ ધરતીકંપને કારણે ઈન્ડોનેશિયામાં સુમાત્રાના કેન્દ્રબિંદુ સાથે જંગી સુનામી આવી હતી. જેમાં થાઈલેન્ડ, શ્રીલંકા, ભારત અને ઈન્ડોનેશિયામાં લાખો લોકો માર્યા ગયા હતા. જેના કારણે 14 દેશોમાં લગભગ 2,37,000 મોત નોંધાયા છે. ભારતમાં લગભગ 42,000 લોકો અથવા લગભગ 10,000 પરિવારો પૂર્વ કિનારે આવેલા ટાપુઓ મોજને લઈને બેઘર થયા હતા. સાથે વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 8,000થી વધુ લોકોના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક વિસ્તારો પણ ભૂકંપથી પ્રભાવિત થયા હતા. આ ભૂકંપમાં 40 થી વધુ મૃત્યુ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર પૂર્વી ભારતીય રાજ્ય બિહાર છે. જે નેપાળની સરહદે છે.

વાંચવા જેવું: BIG NEWS : જાપાનમાં 7.5ના ભૂકંપ બાદ ત્રાટકેલી સુનામીનો પહેલો વીડિયો આવ્યો સામે, જુઓ તાંડવ

વર્ષના પ્રથમ દિવસે 7.6નો મોટો ભૂકંપ 
વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપના આંચકાના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 જણાવવામાં આવી રહી છે. એક શક્તિશાળી ભૂકંપને કારણે મધ્ય જાપાન અને તેના પશ્ચિમ કિનારે સુનામી આવી છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ઘટના બાદ રહેવાસીઓએ તાત્કાલિક તેમના ઘરોને ખાલી કરાવ્યા હતા. હજારો ઘરોએ વીજળી ગુમાવી દીધી હતી અને અસરગ્રસ્ત ક્ષેત્રમાં ફ્લાઇટ્સ અને રેલ્વે સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભૂકંપની દહેશત બાદ લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ