બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / First Tsunami Waves Hit Japan After 7.5 Quake, 5-Metre Waves

કુદરતી પ્રકોપ / BIG NEWS : જાપાનમાં 7.5ના ભૂકંપ બાદ ત્રાટકેલી સુનામીનો પહેલો વીડિયો આવ્યો સામે, જુઓ તાંડવ

Hiralal

Last Updated: 07:21 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાનમાં 7.5ના મોટા ભૂકંપ બાદ સુનામી ત્રાટકી હતી જેને કારણે દરિયામાં મોટા મોટા ઉછળ્યાં હતા. આ ઘટનાથી ભારે દહેશતની લાગણી ફેલાઈ છે.

  • નવા વર્ષે ભયાનક રીતે ડોલી જાપાનની ધરતી
  • 7.5ની તીવ્રતાના મોટા ભૂકંપ બાદ ત્રાટકી સુનામી
  • દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળ્યાં 

નવા વર્ષે જાપાનને મોટા ભૂકંપના અપશુકન નડ્યાં છે. નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનના ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરની આજુબાજુ આવેલા 7.5ના મોટા ભૂકંપ બાદ ભયાનક સુનામી ત્રાટકી હતી. સુનામીને કારણે દરિયાએ રોદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને દરિયામાં મોટા મોટા મોજા ઉછળ્યાં હતા. 

એપિસેન્ટરથી 300 કિલોમીટરના વ્યાપમાં સુનામીની અસર 
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે જાપાનના દરિયાકાંઠે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર (190 માઇલ) ની અંદર જોખમી સુનામીના મોજાઓ જોવાયા હતા. ઇશિકાવા પ્રાંતના વાજિમા શહેરમાં 1.2 મીટરની સુનામી આવી હતી. 

દરિયામાં ઉછળ્યાં 5 મીટર સુધી મોજાઓ 
7.6 ની તીવ્રતાના ભૂકંપના કારણે જાપાનના સમુદ્રના કેટલાક ભાગોમાં 5 મીટર સુધીના મોજા ઉછળ્યા હતા. સુનામી આવતાં લોકો જીવ લઈને ભાગતાં જોવા મળ્યાં હતા. સેંકડો લોકોને તેમનું ઘર ખાલી કરાવી દેવાયું છે અને સલામત સ્થળે લઈ જવાયા છે. 

વર્ષના પ્રથમ દિવસે 7.6નો મોટો ભૂકંપ 
વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપના આંચકાના કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 જણાવવામાં આવી રહી છે. એક શક્તિશાળી ભૂકંપને કારણે મધ્ય જાપાન અને તેના પશ્ચિમ કિનારે સુનામી આવી છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ઘટના બાદ રહેવાસીઓએ તાત્કાલિક તેમના ઘરોને ખાલી કરાવ્યા હતા. હજારો ઘરોએ વીજળી ગુમાવી દીધી હતી અને અસરગ્રસ્ત ક્ષેત્રમાં ફ્લાઇટ્સ અને રેલ્વે સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભૂકંપની દહેશત બાદ લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Japan Earthquake news Japan Tsunami Japan Tsunami news Japan Tsunami video જાપાની સુનામી વીડિયો Japan earthquake news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ