બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે મળશે વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ

ગાંધીનગર / ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે મળશે વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ

Last Updated: 04:22 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Education News: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને તારીખ 17મી મેએ માર્કશીટ આપવામાં આવશે, માધ્યમિક શિક્ષક બોર્ડે તમામ DEOને જાણ કરી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. તારીખ 17મી મેએ માર્કશીટ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષક બોર્ડે તમામ DEOને જાણ કરી છે. 15 મેએ શાળામાં માર્કશીટ પહોંચાડવાનો આદેશ કરાયો છે તેમજ 17 મેના રોજ બોર્ડની પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે

Risalt

ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુ નો વિકલ્પ

પ્રથમ વખત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુનો વિકલ્પ અપાયો છે. જેમાં જે વિદ્યાર્થી ઉર્તીર્ણ થયેલા છે એ વિદ્યાર્થી પણ તેમની થીયરીનાં વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં આપી શકશે અને માર્ચની તેમજ પૂરક પરીક્ષા બંનેમાંથી જે સારા ગુણ હશે. તે ગણતરીમાં લેવામાં આવશે. એજ પ્રમાણે કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલ છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને તે ઈચ્છે તો જે માર્ચમાં એપિયર થયેલ છે. તે વિષયની પણ પરીક્ષા આપી શકે છે. એક અથવા એકથી વધારે વિષયોમાં તેનું પરિણામ સુધારવા માટે એ પૂરક પરીક્ષા આપી શકશે.

વાંચવા જેવું: સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ

આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જીલ્લાનું સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થયું. તો છોટા ઉદેપુર જીલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Class 12 Science Class 12 Science Marksheet Education News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ