બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
Last Updated: 03:48 PM, 14 May 2024
સુરતનાં 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હતા. મૂળ અમરેલીનાં અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
સુરત પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતનાં 8 લોકો ડૂબ્યા હતા. એક જ સોસાયટીનાં 8 લોકો ડૂબ્યા હતા. આઠમાંથી આકો બલદાણીયા પરિવાર પાણીમાં ડૂબ્યો હતો. તમામ સગા સબંધીઓ હતા. સુરતનાં સણીયા હેમાદ ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં રહેવાસી છે. નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.