બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કમોસમી કમઠાણની આફત હજુ ટળી નથી! આખા ગુજરાતમાં 17મી સુધી કડાકા-ભડાકા ભરી આગાહી

હવામાન / કમોસમી કમઠાણની આફત હજુ ટળી નથી! આખા ગુજરાતમાં 17મી સુધી કડાકા-ભડાકા ભરી આગાહી

Last Updated: 05:24 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે

રાજ્યના હવામાનમાં ગઈકાલે એકાએક પલટો આવ્યો હતો, કયાંક વરસાદ તો કયાંક પવન ફૂંકાયો હતો. જે બાદ ફરી એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો આવતીકાલે દ્વારકા, ભાવનગર, પોરબંદર, મોરબીમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે તો નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં વરસાદ થઈ શકે છે. તો આવતીકાલે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

વાંચવા જેવું: ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે મળશે વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ

17 મે સુધી રાજ્યના વિવિધ ભાગમાં થઈ શકે વરસાદ

તો 16 મેએ અમરેલી, રાજકોટ, ગીરસોમનાથ, દીવમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાઉથ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 17 મેએ પણ રાજ્યમાં હળવા વરસાદ થવાની આગાહી કરાઈ છે. નવસારી, ડાંગ અને વલસાડમાં 17 મેએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 મે બાદ રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast Unseasonal Rainfall Forecast Rainfall Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ