બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Earthquake Tremors Felt In Delhi, Neighbouring Areas

આફત / BIG NEWS : દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના મોટા આંચકા, લોકો ઘર-ઓફિસો છોડીને ભાગ્યાં

Hiralal

Last Updated: 08:25 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં શનિવારે રાતે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

  • દિલ્હી-એનસીઆરમાં ફરી આવ્યો ભૂકંપ
  • શનિવારે રાતે આવ્યાં ભૂકંપના આંચકા
  • લોકો ઘરો-ઓફિસ છોડીને બહાર ભાગ્યા
  • અઠવાડિયામાં બીજી વાર ધ્રુજી દિલ્હીની ધરતી 

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપ આવ્યો છે. શનિવારે રાતે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારો 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 ફૂટ ઊંડે હતું. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસો છોડીને બહાર દોડ્યાં હતા. એક દિવસના ગાળા બાદ આ પાંચમી વખત છે જ્યારે દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 10 નવેમ્બરની સવારે અરૂણાચલ પ્રદેશમાં અડધા કલાકના અંતરે બે ભૂકંપ આવ્યા હતા. બંને વખત ભૂકંપ સિયાંગ જિલ્લામાં આવ્યો છે. પહેલો ભૂકંપ સવારે 10.31 વાગ્યે આવ્યો હતો અને બીજો ભૂકંપ સવારે 10.59 વાગ્યે આવ્યો હતો. બંને સમયે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું.

એક અઠવાડિયામાં બીજી વાર ધરતી ધ્રુજી
ઉલ્લેખનીય છે કે હજુ એક અઠવાડિયા પહેલા જ દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા અને હવે ફરી વાર ધરતી ધ્રુજી છે. 

ઉત્તરાખંડમાં પણ  ભૂકંપ
દિલ્લીથી 212 કિલોમીટર દૂર ઉત્તરાખંડનાં પૌડી ગઢવાલમાં શનિવાર સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા હાલ કોઈ ઘટના સામે આવી નથી.

નાસિકમાં ભૂકંપનાં આંચકા
શનિવારે મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપનાં આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. ત્યારે સવારે 9.38 મિનિટ પર આવેલા ભૂકંપના આંચકાની રિક્ટરસ્કેલ પર તીવ્રતા 3 નોંધાવા પામી હતી. ત્યારે નાસિકમાં આવેલ ભૂકંપમાં પણ કોઈ નુકશાનની જાણકારી મળવા પામી નથી.

ભૂકંપ શા માટે થાય છે?
ધરતીકંપ પૃથ્વીની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે થાય છે. ટેક્ટોનિક પ્લેટ્સ હંમેશા પૃથ્વીની સપાટીની નીચે ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ કેટલીકવાર તેની આગળનો ભાગ જમીનના ભાગને અટકી જાય છે જેથી ઘર્ષણ સર્જાય છે. આ ઘર્ષણથી નીકળતી ઊર્જા તરંગોના રૂપમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે અને આપણે ધરતીકંપના આંચકા અનુભવીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ