બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Earthquake shakes again today: 3.7-magnitude shock jolts this state of the country

BIG BREAKING / આજે ફરી ભૂકંપથી ધરા ધ્રુજી: દેશના આ રાજ્યમાં 3.7ની તીવ્રતાનો આંચકો આવતા દોડધામ

Megha

Last Updated: 08:53 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા.

  • મંગળવારે વહેલી સવારે મેઘાલયમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
  • મંગળવારે મણિપુર જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે મેઘાલયના તુરામાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુરાથી 59 કિમી ઉત્તરે સવારે 6.57 કલાકે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ  29 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે. 

જણાવી દઈએ એ મંગળવારે નોંધાયેલા ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં આ બીજો ભૂકંપ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર અગાઉ, મંગળવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 25 કિલોમીટર અંદર હતું. 

મણિપુરમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, મંગળવારે વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 2.46 કલાકે આવ્યો હતો. 

જ્યારે મેઘાલયના તુરામાં સવારે લગભગ 7 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કોઈ જાનહાનિ નથી
એ રાહતની વાત છે કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ ભારતમાં પણ 2-3 ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના એનટીઆર જિલ્લાના નંદીગામામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ