ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Earthquake of magnitude 3.5 on the Richter scale occurred 102 kms north of Mumbai at 8 am today

ભૂકંપ / મુંબઈની નજીક અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 3.5ની હતી

Published By: Dharmishtha

Last Updated: 09:17 AM, 7 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની નજીકના વિસ્તારમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. થોડાક દિવસ પહેલા પણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા મુંબઈની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાઈ રહ્યા છે.

ADVERTISEMENT

  • મુંબઈની નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો
  • મુંબઈની ઉત્તર તરફ 102 કિલોમીટર દૂર અનુભવાયો આંચકો
  • રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ
  • નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા અપાઈ જાણકારી

મુંબઈની નજીકના વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મુંબઈની ઉત્તર તરફ 102 કિલોમીટર દૂર 8 વાગ્યે આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે.  આ જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા અપાઈ  છે.

આ અગાઉ મહારાષ્ટ્રના મુંબઇમાં ગત શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં છે. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. જ્યારે મોડી રાત્રે નાસિકમાં મોડી રાત્રે 11 વાગહ્યાની 41 મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 4 માપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત તથા મંબઈ નાસિકમાં વારંવાર ધરતીકંપ આવી રહ્યાં છે. આ અગાઉ જામનગર, કચ્છમાં પણ ભુકંપના આંચકા અનુભવાયાં હતા. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વલસાડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  વલસાડમાં મોડી રાત્રે 11.41 કલાકે 4.1 અને બીજો 12.05 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બંનેનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 65 થી 80 કિમી દૂર નોંધાયું હતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Mumbai magnitude ભૂકંપ મુંબઈ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ