બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / earthquake may hit india pakistan soon researcher frank hoogerbeets predicted

ભવિષ્યવાણી / ભારતમાં ગમે તે ઘડીએ આવશે જોરદાર ભૂંકપ? તુર્કીમાં તબાહીની ભવિષ્યવાણી કરનારા રિસર્ચરે જાણો શું કહ્યું

Dinesh

Last Updated: 11:27 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હુગરબીટ્સ સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે (SSGEOS)ના એક સંશોધક છે જે ભૂકંપીય ગતિવિધિનો અભ્યાસ કરે છે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે અત્યારે અથવા તો પછી દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનાનની આસપાસના વિસ્તરામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે.

  • અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં જોરદાર ભૂકંપના ઝટકા આવી શકે છે
  • તુર્કીમાં ભૂકંપ બાદ બચાવકર્મી છેલ્લા 5 દિવસથી કડકડતી ઠંડીમાં સતત કામ કરી રહ્યા છે
  • વિનાશકારી ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 28,000ને પાર પહોંચી ગઈ છે


તુર્કી અને સીરિયામાં 5 દિવસ પહેલા આવલા વિનાશકારી ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 28,000ને પાર પહોંચી ગઈ છે. કાટમાળ નીચે ફસાળેલા લોકોને જીવતા હશે કે નહી તેવી આશા સાથે બચાવકાર્ય ચાલુ છે. ભૂકંપે આ દેશોમાં જે રીતે મોટાપાયે તબાહી મચાવી છે તેને જોઈ દુનિયાભરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. કુદરતી આફતો સાથે જોડાયેલા પૂર્વઅનુમાન પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેને લઈને પણ પગલા ભરવામાં આવી રહ્યા છે આફત સમયે ઓછામાં ઓછું નુકસાન થાય. 

પ્રતિકાત્મક તસવીર

ફ્રૈંક હુગરબીટ્સએ રિસર્ચર છે જેમણે 3 દિવસ પહેલા જ જણાવી દીધુ હતું કે, તુર્કી અને સીરીયામાં મોટો ભૂકંપ આવી શકે છે. હુગરબીટ્સ સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે (SSGEOS)ના એક સંશોધક છે જે ભૂકંપીય ગતિવિધિનો અભ્યાસ કરે છે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે અત્યારે અથવા તો પછી દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનાનની આસપાસના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે.

ફ્રૈંક હુગરબીટ્સે શું જણાવ્યું 
એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ફ્રૈંક હુગરબીટ્સે જણાવ્યું કે તુર્કી અને સીરિયાને લઈને તેને જે અનુમાન લગાવ્યું હતું તે રિસર્ચ પર આધારિત હતું. તેમણે કહ્યું કે અગાઉ આવેલા ભૂકંપનો અભ્યાસ કર્યા બાદ આવા સંકેતો મળ્યા હતા. હુગરબીટ્સે કહ્યું, ભૂકંપીય ગતિવિધિઓનો અભ્યાસ કર્યા પછી મને લાગ્યું કે તુર્કી-સીરિયાની આસપાસના વિસ્તારમાં જોરદાર ભૂકંપના આંચકા આવી શકે છે. તેથી જ મેં લોકોને અગાઉથી જાણ કરવાનું યોગ્ય સમજ્યું હતું. પરંતુ તે સમયે મને કોઈ અનુમાન નહોતું કે આ માત્ર 3 દિવસ બાદ જ થઈ થશે.

પ્રતિકાત્મક તસવીર

ભૂકંપના આંચકા ક્યારે અનુભવાશે ?
ફ્રૈંક હુગરબીટ્સને પુછવામાં આવ્યું કે તમે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના આસપાસના વિસ્તારોમાં ભૂકંપની આગાહી કરી છે. શું તમે જણાવી શકશો કે ભૂકંપના આંચકા ક્યારે અનુભવાશે અને તેની તીવ્રતા કેટલી હશે ? તેનો જવાબ આપતા તેમણે કહ્યું, અમે અમારા રિસર્ચમાં એ જાણ્યું છે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં જોરદાર ભૂકંપના ઝટકા આવી શકે છે જેમ કે 2001માં આવ્યો હતો.  જો કે, આ માત્ર એક સંભાવના છે. તેને દાવા સાથે ન કહી શકાય. અમે ગ્રહની સ્થિતિ અને સમયમર્યાદાનો અભ્યાસ કરીએ છીએ. જેમ અમે 4-6 ફેબ્રુઆરીએ કર્યું હતું. આના પરથી આપણે અંદાજ લગાવીએ છીએ કે કયા વિસ્તારોમાં ભૂકંપ આવી શકે છે.
જણાવી દઈએ કે તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ લોકોના જીવ બચાવવા માટે બચાવકર્મી છેલ્લા 5 દિવસથી કડકડતી ઠંડીમાં સતત કામ કરી રહ્યા છે.  બચાવકાર્ય દરમિયાન શનિવારે 12થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ બચાવ કાર્ય ભૂકંપ બાદ તુર્કીની સરકારની પ્રતિક્રિયાને લઈ લોકોમાં વધી રહેલી હતાશા વચ્ચે બચાવ કામગીરી ચાલુ છે. આ ભૂકંપમાં એકલા તુર્કીમાં 24,617 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 80,000 લોકો ઘાયલ થયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ