બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Earthquake early Wednesday morning in Araria district of Bihar

BIG BREAKING / ભૂકંપથી ધ્રુજી ઉઠી ભારતના આ રાજ્યની ધરા: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 4.3ની તીવ્રતા, લોકોમાં ફફડાટ

Priyakant

Last Updated: 07:30 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી

  • બિહારના અરરિયા જિલ્લામાં બુધવારે વહેલી સવારે ભૂકંપ
  • સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી

ભારતમાં વધુ એક વાર ભૂકંપ આવ્યો છે. બિહારના અરરિયા જિલ્લામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંદામાન-નિકોબાર ટાપુઓમાં ગયા રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે 2.26 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. 

સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી 220 કિમી ઉત્તરમાં જમીનની સપાટીથી લગભગ 32 કિમીની ઊંડાઈએ હતું. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા 24 કલાકમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભૂકંપનો આ ત્રીજો આંચકો અનુભવાયો છે.

પશ્ચિમ નેપાળમાં પણ આવ્યો હતો ભૂકંપ 
પશ્ચિમ નેપાળમાં મંગળવારે 4.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં જાનમાલના નુકસાનની તાત્કાલિક કોઈ માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 140 કિમી પશ્ચિમમાં ગોરખા જિલ્લાના બાલુવા ક્ષેત્રમાં હતું. ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે 6.50 કલાકે આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 4.1ની તીવ્રતાનો ભૂકંપ પડોશી લામજુંગ અને તાન્હુ જિલ્લામાં પણ અનુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ અંગે હાલમાં કોઈ માહિતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ