ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / earn 4 lakh rupees benefits deposit only 28 rupees every month in any bank check how

સુવિધા / કોઈપણ બેંકમાં દર મહિને માત્ર 28 રૂપિયા જમા કરશો તો મળશે 4 લાખનો ફાયદો, જાણી લો કઈ રીતે

Published By: Noor

Last Updated: 10:05 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું પણ કોઈ સરકારી બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ચાલો જાણી લો.

ADVERTISEMENT

  • બેંકના ખાતાધારકો માટે કામના સમાચાર
  • માત્ર 28 રૂપિયા જમા કરીને મેળવો 4 લાખ
  • આ સરકારી સ્કીમમાં મળશે ફાયદો

હકીકતમાં બેંક તેના ગ્રાહકોને ઘણાં લાભ આપી રહી છે. જોકે, એવા ઘણાં ગ્રાહકો છે જેમને તેના વિશે ખબર નથી. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે દર મહિને માત્ર 28.5 રૂપિયા જમા કરીને 4 લાખ રૂપિયાનો લાભ લઈ શકો છો. તો ચાલો બેંકની આ સ્કીમ વિશે.

બેંકો 4 લાખ રૂપિયાની આ સુવિધા આપે છે

4 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ યોજનાઓ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). આ યોજનાઓમાં રોકાણની રકમ ઘણી ઓછી છે. આ બે યોજનાઓમાં વાર્ષિક માત્ર 342 રૂપિયા જમા કરવા પડે છે.

જન ધન ખાતાધારકોને 2 લાખનો લાભ ફ્રીમાં મળે છે

તમને જણાવી દઈએ કે આ સુવિધા જન ધન ગ્રાહકોને બેંક દ્વારા આપવામાં આવે છે. બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના આકસ્મિક વીમા કવરની સુવિધા મળી રહી છે.

PMJJBY માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો લાભ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)નું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. જો વીમાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના ખૂબ જ ઓછાં પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.

અટલ પેન્શન યોજના

કેન્દ્ર સરકારે ઓછાં રોકાણ પર પેન્શનની ખાતરી આપવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000થી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits deposit earn Facility

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ