બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / dussehra 2022 dashanan worshiped pray in this temple

OMG / ગુજરાત નજીક આવેલું છે એવું ગામ જ્યાં દશેરા પર હોય છે શોક, મંદિરમાં થાય છે દશાનન રાવણની પૂજા

Arohi

Last Updated: 01:45 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોધપુરના લોકો પોતાને રાવણના વંશજ માને છે. રાજસ્થાનના જોધપુરમાં એક એવો સમાજ છે. જે દશેરાના દિવસે શોક મનાવે છે. આ દિવસે જોધપુરમાં રાવણના મંદિરમાં સંપૂર્ણ-વિધિ વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. રાવણને જોધપુરના જમાઈ માનવામાં આવે છે.

  • પોતાને રાવણના વંશજ માને છે આ લોકો 
  • દશેરાના દિવસે મનાવે છે શોક 
  • રાવણને જોધપુરના જમાઈ માનવામાં આવે છે

આજે દશેરા છે. લોકો દશેરાના દિવસે રાવણનું દહન કરીને ખુશીઓ મનાવે છે. ત્યાં જ આજના દિવસે રાજસ્થાનના જોધપુરમાં દશેરા અસત્ય પર સત્યની જીતના પ્રતીક રાવણના પુતળાનું દહન દશેરાએ થાય છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક સમાજ એવો પણ છે જે દશેરાના દિવસને શોકના રૂપમાં ઉજવે છે.

હકીકતે જોધપુરના શ્રીમાલી દવે ગોધા પરિવાર પોતાને રાવણના વંશજ માને છે. તે દશેરાના દિવસને શોકના રૂપમાં ઉજવે છે. આ દિવસે જોધપુરમાં રાવણના મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. 

રાવણની પૂજા 
શ્રીમાલી ગોધા બ્રાહ્મણોનું કહેવું છે કે રાવણ એક મહાન સંગીતજ્ઞ વિદ્વાન હોવાની સાથે જ જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ પંડિત પણ હતા. એવી માન્યતા છે કે રાવણની પત્ની મંદોદરી જોધપુરના મંડોરની રહેવાસી હતી. માટે રાવણને જોધપુરના જમાઈ માનવામાં આવે છે. 

જોધપુરના મેહરાનગઢ કિલા રોડ પર સ્થિત મંદિરમાં રાવણ અને મંદોદરીની મૂર્તિની સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ પણ ગોધા ગૌત્રના શ્રીમાલી બ્રાહ્મણોએ કરાવ્યું છે. તેમનું માનવું છે કે રાવણની પૂજા કરવાથી ઈચ્છાની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ તેમને ખરાબ નજરથી બચાવે છે. 

મંદોદરીની આરાધના 
પંડિત કમલેશ કુમાર જણાવે છે કે, "રાવણ દહન બાદ સ્નાન કરવું જરૂરી છે." પહેલા જળાશય હોતા હતા તો અમે બધા ત્યાં સ્નાન કરતા હતા. પરંતુ હવે અમે ઘરોની બહાર જ સ્નાન કરી લઈએ છીએ. સાથે જ આ સમયે જનેઉ બદલવી પણ જરૂરી હોય છે. તે ઉપરાંત મંદિરમાં રાવણ અને શિવની પૂજા પણ કરવામાં આવે છે. તે સમયે દેવી મંદોદરીની પણ આરાધના કરવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Temple dussehra 2022 worshiped જોધપુર દશેરા રાવણનું મંદિર dussehra 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ