બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Due to this reverse movement of Saturn, some zodiac signs will have bad influence

ધર્મ / શું તમારી પણ છે આ રાશિ? તો થઇ જજો સાવધાન! 'શનિ' બદલશે પોતાની ચાલ, જાણો બચાવના ઉપાય

Pooja Khunti

Last Updated: 12:06 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

horoscope 2024: જ્યોતિષ ગણતરી મુજબ 2024માં 'શનિ' કુંભ રાશિમાં વક્રી થવાના છે. શનિની આ વિપરીત ચાલનાં કારણે કેટલીક રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે.

  • 29 જૂન 2024નાં રોજ 'શનિ' કુંભ રાશિમાં વક્રી થશે
  • આ રાશિઓ પર થશે શનિ વક્રીની અસર 
  • શનિનાં અશુભ પ્રભાવથી બચવા માટે માત્ર આ એક જ ઉપાય

આવનાર નવું વર્ષ 2024 કેટલીક રાશિના જાતકો માટે શુભ છે તો અમુક રાશિનાં જાતકો માટે ગ્રહ ગોચરની વિપરીત ચાલનાં કારણે અશુભ સાબિત પણ થશે. જ્યોતિષ ગણતરી મુજબ 2024માં 'શનિ' કુંભ રાશિમાં વક્રી થવાનાં છે. શનિની આ વિપરીત ચાલની ખરાબ અસર અને પ્રભાવ અમુક રાશિઓ પર પડશે. જો આ રાશિનાં જાતકો શનિનાં અશુભ પ્રકોપનો ઉપાય પહેલા કરી લેશે તો ઠીક, નહીંતર તો આ રાશિનાં જાતકોને વર્ષ દરમિયાન ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જાણીએ શનિનાં આ પ્રકોપનો સરળ ઉપાય શું છે. 

આ રાશિઓ પર થશે શનિ વક્રીની અસર 
29 જૂન 2024નાં રોજ 'શનિ' કુંભ રાશિમાં વક્રી થશે. શનિની ખરાબ નજર ઘણી રાશિઓ પર પડશે. શનિની ત્રીજી નજર મેષ રાશિ, સાતમી નજર સિંહ રાશિ પર અને દશમી નજર  વૃશ્ચિક રાશિ પર પડશે. જ્યોતિષ મુજબ જે લોકોનો શનિ માર્ગી હશે તેમના પર પ્રભાવ નહીં પડે પણ જે લોકોનો શનિ વક્રી હશે તે લોકોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  કારણકે આ તેમના જીવન માટે નકારાત્મક હોઇ શકે અને સકારાત્મક પણ હોઇ શકે. જો આ સકારાત્મક હશે તો કોઈ સમસ્યા નથી પણ જો આ નકારાત્મક હશે તો આ શનિ મોટી માત્રામાં ઘાતક સાબિત થઈ શકે છે. 

તેનાથી બચાવ માટે આસાન ઉપાય 
જ્યોતિસ મુજબ તેનાથી બચવા માટે એક સીધો અને સરળ ઉપાય છે. માત્ર જે કક્ષમાં શનિ જન્મ કાળથી બેઠા છે તે કક્ષની નજીકથી આઠ રીંગણ ખરીદી, નજીકનાં મંદિરમાં અર્પણ કરી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ રીંગણને કોઈનાં હાથમાં નથી આપવાના પણ મંદિરમાં અર્પણ કરવાનાં છે. ત્યાર પછી શનિની અશુભ અસર ગમે તેટલી હશે, આ ઉપાયથી તમને તરત જ રાહત મળી જશે. જ્યોતિષ મુજબ શનિનાં અશુભ પ્રભાવથી બચવા માટે માત્ર આ એક જ ઉપાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ