બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Due to these political parties' donations, the Income Tax Department issued a notice

બિઝનેસ / આ રાજકીય પક્ષોને દાન દેવું ભારે પડ્યું, આવકવેરા વિભાગે ફટકારી દીધી નોટિસ

Sanjay Vibhakar

Last Updated: 10:31 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી અત્યાર સુધીમાં 5 હજાર નોટિસ આપવામાં આવી છે.

  • ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આ વાતની શંકા હતી 
  • આ લોકોને નોટિસ આપવામાં આવી છે
  • 20 રાજકીય પક્ષોને લગતી બાબતો 

રાજનૈતિક દળોનાં નામે ચોરી કરતાં લોકોને સમસ્યા થવાની છે. આવકવેરા વિભાગે આવા કેટલાક કરદાતાઓને નોટિસ આપી છે, જેમની ઉપર તેમને શંકા છે. તેમણે ઇન્કમ ટેક્સ બચાવવા માટે બોગસ રાજકીય દળોને દાન આપ્યું છે. 

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આ વાતની શંકા હતી 
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર એક અહેવાલ મુજબ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એવા ઘણા કરદાતાઓને નોટિસ આપી છે, જેમણે ઘણા રાજનૈતિક દળોને દાન આપ્યું છે. જે નોંધાયેલ તો છે પણ ચુંટણી પક્ષ દ્વારા માન્ય નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે મોકલવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ જાણવા માંગે છે કે અનામી પક્ષોને આપવામાં આવેલ દાન ટેક્સની ચોરી કરવા માટે અને રૂપિયાની હેરાફેરી કરવા માટે તો નથી ને. 

આ લોકોને નોટિસ આપવામાં આવી છે 
અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી અત્યાર સુધીમાં 5 હજાર નોટિસ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ હજુ પણ કેટલાક શંકાસ્પદ લોકોને નોટિસ મોકલવાની છે. આવનાર સમયમાં રાજનૈતિક દળોને દાન આપવાવાળા કેટલાક કરદાતાઓને પણ ઇન્કમ ટેક્સની નોટિસ જશે. 

વાંચવા જેવું: શેરબજાર ખુલતાની સાથે જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ, જુઓ Paytmના શેર ક્યાં જઇને અટક્યાં

20 રાજકીય પક્ષોને લગતી બાબતો 
હાલ ઇન્કમ ટેક્સનાં નિસાન પર 20 રાજકીય પક્ષોને દાન આપવાવાળા કરદાતાઓ છે. આ લોકોએ નામ તો નોંધાવ્યું છે પણ ચુંટણી પક્ષ દ્વારા તેમને માન્યતા આપવામાં નથી આવી. જે હિસાબથી દાન આપવામાં આવ્યું હતું તે જોતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને શંકા ગઈ હતી. આવક વેરાનો કાયદો રાજકીય પક્ષોને દાન પર ટેક્સથી છૂટ આપે છે. જો કોઈ કરદાતા કોઈ રાજકીય પાર્ટીને દાન આપે છે તો તે દાનના બદલામાં 100% કપાતનો દાવો કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Notice ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નાણાકીય વર્ષ બોગસ રાજકીય દળો business
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ