બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Sensex-Nifty Crash As Stock Market Opens, See Where Paytm Shares Ended

સ્ટોક માર્કેટ / શેરબજાર ખુલતાની સાથે જ ધડામ, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ, જુઓ Paytmના શેર ક્યાં જઇને અટક્યાં

Megha

Last Updated: 11:29 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુનો ઘટાડો તો નિફ્ટી 21,600થી નીચે ગબડ્યો હતો.

  • 14 ફેબ્રુઆરીએ શેરબજારની શરૂઆત સારી રહી નહતી.
  • સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. 

આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ શેરબજારની શરૂઆત સારી રહી નહતી. શરૂઆતના કારોબારમાં નિફ્ટીના શેરમાં ભારે ઘટાડો થયો હતો તો તેણી સાથે સેન્સેક્સના શેર પણ લાલ નિશાની પર દેખાઈ રહ્યા હતા. 

stock market closes in red on 15th september 2022 sensex falls below 60000

અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવ મળી રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEના 30 શેરવાળા સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEનો નિફ્ટી પણ 21,600થી નીચે ગબડ્યો હતો.

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર કડક વલણ અપનાવ્યું એ બાદ પેટીએમ શેરની ખરાબ હાલત થઈ ગઈ છે. ગઇકાલે પેટીએમ શેરમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે બજાર ખૂલતાની સાથે જ 9 ટકા શેર તૂટયો હતો. 

વધુ વાંચો: હાઇ રિટર્નનો દાવો કરતી કંપનીઓથી રહો સાવધાન! રોકાણકારોને SEBIની ચેતવણી

બજાર કેમ તૂટયું? 
જણાવી દઈએ કે અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા મુજબ આવ્યા નથી અને આ કારણે અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાની અસર ભારત સહિત એશિયન બજારો પર જોવા મળી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sensex-Nifty Share Market Open Share Market Today Stock Market open paytm shares crash share market news stock market news શેરબજાર તૂટયું Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ