બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Beware of companies claiming high returns SEBI warning to investors

એલર્ટ! / હાઇ રિટર્નનો દાવો કરતી કંપનીઓથી રહો સાવધાન! રોકાણકારોને SEBIની ચેતવણી

Megha

Last Updated: 08:43 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકોને SEBIએ એવી બિન-રજિસ્ટર્ડ કંપનીઓથી સાવચેત રહેવા જણાવ્યું છે જે ગેરેન્ટીની સાથે હાઈ રિટર્નનો દાવો કરી રહી છે.

  • શેરબજારમાં રોકાણ સાથે SEBIના નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. 
  • સેબી(SEBI)એ રોકાણકારોને જરૂરી ચેતવણીની સાથે સલાહ આપી. 
  • SEBIએ એવી બિન-રજિસ્ટર્ડ કંપનીઓથી સાવચેત રહેવા જણાવ્યું. 

જો તમે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે બજારની ચાલની સાથે નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. એવામાં શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે બજાર નિયમનકાર સેબી(SEBI)એ રોકાણકારોને જરૂરી ચેતવણીની સાથે સલાહ પણ આપી છે. 

શેર બજારમાં રોકાણ કરતા પહેલા આ ખાસ જાણી લેજો, SEBIએ કર્યો નિયમમાં ફેરફાર,  જાણો શું થશે અસર | Before investing in stock market, know this SEBI has  changed the rule, know what

SEBIએ એવી બિન-રજિસ્ટર્ડ કંપનીઓથી સાવચેત રહેવા જણાવ્યું છે જે ગેરેન્ટીની સાથે હાઈ રિટર્નનો દાવો કરી રહી છે. આ વિશે ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે અત્યારના સમય આવી નકલી કંપનીઓ અને ઓનલાઈન પ્લેટફોર્મની સંખ્યા ઝડપથી વધી રહી છે અને રોકાણકારોએ આનાથી દૂર રહેવાની જરૂર છે. ઉપરાંત આવી કંપનીઓ SEBIમાં રજિસ્ટર્ડ હોવાનો પણ દાવો કરે છે.  

મ્યુચ્યુઅલ ફંડ-ડીમેટ એકાઉન્ટ ધારકોને મોટી રાહત, લંબાવાઇ નોમિની જોડવાની  ડેડલાઇન, હવે આ છે અંતિમ તારીખ | SEBI extends nomination date in mutual fund  and demat accounts

આવા ફ્રોડથી બચવા માટે સેબીએ રોકાણકારોને માર્કેટમાં રોકાણ કરતા પહેલા દરેક કંપની રજિસ્ટર્ડ છે એક નહીં એ વિશે જાણી લેવા અપીલ કરી છે. સેબીએ કહ્યું કે આ માટે તમે સેબીની વેબસાઈટ પર દરેક માહિતી મેળવી શકો છો. વેબસાઇટ પર તમને એ કંપની વિશે દરેક ડિટેલ મળી જશે અને એ પણ જાણવા મળશે કે કંપનીએ તેની સામે શું પગલાં લીધા છે. 

વધુ વાંચો: શેરબજારમાં 2 લાખ કરોડનો ઉછાળો! આ શેરોએ રોકાણકારોને કરાવ્યા જલસા, જાણો બજારના હાલચાલ

સેબીએ રોકાણકારોને રોકાણ કરતાં સમયે સાવચેત રહેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે ગેરેન્ટીની સાથે કંપની હાઈ રિટર્નનો દાવો કરી રહી છે તો તે ખોટું છે કારણ કે માર્કેટમાં નિશ્ચિત વળતરની ખાતરી આપી શકાતી નથી. હાઈ રિટર્ન સાથે લોસ થવાનું જોખમ પણ એટલું જ વધી જાય છે. ઘણી વખત આવી કંપનીઓ ખોટા દાવા કરીને લોકોને રોકાણ કરવા માટે આકર્ષે છે અને ઘણી વખત તો આ કંપનીઓ ઓનલાઈન સેબીનું ફેક રજીસ્ટર સર્ટીફીકેટ પણ બતાવે છે એટલા માટે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતાં પહેલા સેબીની વેબસાઇટ પર એ વિશે જાણી લેવું જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

SEBI SEBI Advisory SEBI warning SEBIની ચેતવણી sebi news share market news શેરબજાર SEBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ