બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:17 PM, 13 February 2024
ADVERTISEMENT
અગાઉ ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડો થયા પછી ભારતીય શેરબજારમાં આજે મંગળવારે તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને IT શેરની કિંમતોમાં વધારો થયો છે. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરની વધુ ખરીદી કરવામાં આવી છે. BSE SENSEXમાં 483 પોઈન્ટનો વધારો થતા 71,555 પોઈન્ટ પર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 127 પોઈન્ટના વધારા સાથે 21,743 પોઈન્ટ પર બંધ થયો છે.
માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઉછાળો
આજના કારોબારી સત્રમાં શેરબજારમાં તેજી આવતા રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 380.80 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. છેલ્લે કારોબારી સત્રમાં આ કંપનીઓની માર્કેટ કેપ 378.85 લાખ કરોડ પર બંધ થઈ હતી. આજના સત્રમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ADVERTISEMENT
|
ઈન્ડેક્ષ |
બંધ થવાનું સ્તર |
ઉચ્ચ સ્તર |
નિમ્ન સ્તર |
કેટલા ટકા વધારો |
|
BSE Sensex |
71,555.19 |
71,662.74 |
70,924.30 |
0.68% |
|
BSE સ્મોલકેપ |
44,284.48 |
44,330.69 |
43,200.02 |
0.18% |
|
ઈન્ડિયા VIX |
15.81 |
16.57 |
15.75 |
-1.59% |
|
NIFTY મિડકેપ 100 |
47,835.65 |
47,908.20 |
46,943.25 |
0.34% |
|
NIFTY સ્મોલકેપ 100 |
15,643.75 |
15,664.90 |
15,225.85 |
0.17% |
|
NIfty સ્મોલકેપ 50 |
7,315.20 |
7,328.70 |
7,088.90 |
0.56% |
|
Nifty 100 |
22,181.60 |
22,196.85 |
21,934.80 |
0.63% |
|
Nifty 200 |
11,983.85 |
11,992.20 |
11,836.40 |
0.59% |
|
Nifty 50 |
21,743.25 |
21,766.80 |
21,543.35 |
0.59% |
ADVERTISEMENT
આજના ટ્રેડમાં બેન્કિંગ સ્ટોક્સમાં ખરીદી જોવા મળી, જેના કારણે બેન્ક નિફ્ટીમાં 620 પોઈન્ટનો વધારો થતા બંધ થયો છે. ઉપરાંત IT, ફાર્મા, FMCG, એનર્જી, પ્રાઈવેટ બેન્ક, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના સ્ટોક્સમાં તેજી જોવા મળી. કોમોડિટી, મીડિયા, મેટલ્સ સ્ટોક્સમાં ઘટાડો થયો છે. સેંસેક્સના 30 શેરમાં 25 શેરમાં તેજી આવી, 5 શેરની કિંમતમાં ઘટાડો થયો, નિફ્ટીના 50 શેરમાં 39 શેરમાં તેજી આવી અને 11 શેરની કિંમતમાં ઘટાડો થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.