બ્રેકિંગ ન્યુઝ
ક્રિકેટના મેદાન પર જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ હોય છે, તો બંને દેશના લોકો જીત માટે પ્રાર્થના કરવામાં લાગેલા હોય છે. રસ્તાઓ ખાલી થઇ જાય છે અને આવા સમયે ત્રણ કલાક મોડુ થઇ જાય અને એનું કારણ દર્શક જ હોય તો, હેરાન થવાય સ્વાભાવિક છે. જી હાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ભારત-પાકિસ્તાનની એક એવી મેચ માટે જેમાં દર્શકોના કારણે 3 કલાક મેચ રોકવી પડી હતી.
ADVERTISEMENT
ક્યારે રમાઇ હતી આ મેચ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ મેચ કલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાઇ રહી હતી. જો કે આ ટેસ્ટ મેચ હતી. મેચ જોવા માટે દર્શકો પણ મેદાનમાં ઊતર્યા હતા. 1999માં આ મેચ રમાઇ હતી.
પહેલા તાર દિવસ આશરે એક લાખ દર્શકોથી આખુ મેદાન ભરેલું રહ્યું. છેલ્લા દિવસે જ્યારે ભારતની બીજી ઇનિંનનગ્સમાં માત્ર 4 વિકેટ બચી હતી, ત્યારે પણ સ્ટેડિયમમાં 65000 લોકો હાજર હતા.
ADVERTISEMENT
કેમ 3 કલાક રોકાઇ મેચ ?
મેચના પહેલા 3 દિવસ કોઇ ઘટના વગર પસાર થયા અને ભારત એક યાદગાર જીત તરફ જોવા મળી રહ્યું હતું. પાકિસ્તાનની પહેલી ઇનિંન્ગ 185 રન પર પૂરી થઇ ગઇ. ભારતની પહેલી ઇનિંન્ગમાં મોટો સ્કોર બન્યો નહીં અને પાકિસ્તાને ટીમ ઇન્ડિયાને 223 રનો પર હરાવી દીધી.
પાકિસ્તાને પોતાની બીજી ઇનિંન્ગમાં 316 રન બનાવ્યા. આ મેચને જીતવા માટે ભારતને 279 રનોનો લક્ષ્ય મળ્યો, મેચમાં બે દિવસ બાકી હતા. ચૌથા દિવસે બપોર સુઘી ભારતે સારી શરૂઆત બાદ 143/2નો સ્કોર કરી લીધો. વીવીએસ લક્ષ્મણના આઉટ થયા બાદ ચોથા નંબર પર સચિન ઊતર્યો હતો. એ વખતે સ્ટેડિયમમાં મેચ જોઇ રહેલા આશરે એક લાખ દર્શક હાજર હતા. ત્યારે સચિન વિવાદાસ્પદ રીતે રન આઉટ થયો હતો. ત્યારબાદ દર્શકોએ હંગામો કર્યો હતો. ગુસ્સે થયેલા દર્શકો કોઇ પણ હદ સુધી જવા તૈયાર હતા, અંતે 65 હજાર દર્શકોને નિકાળીને ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવી પડી હતી.
ADVERTISEMENT
જ્યારે સચિને દર્શકોને શાંત કરાવ્યા
અંતે ખુદ સચિને લોકોને શાંત કરાવવા મેદાનમાં આવું પડ્યું, સચિનના કારણે લોકો માની ગયા. 67 મીનિટ બાદ ફરીથી ક્રિકેટ શરૂ થઇ. પાંચમાં દિવસે ભારતીય ટીમ 214/6ના સ્કોરથી આગળ ઊતરી. આ વચ્ચે 231ના સ્કોર પર 9મી વિકેટ પડી. ત્યારબાદ લોકો વધારે આક્રમક થઇ ગયા હતા અને મેદાન પર પથ્થર ફેંકવા લાગ્યા.
ફરીથી ભડક્યા દર્શકો
દર્શકોનો ગુસ્સો જોઇને લાગી રહ્યું હતું કે એ ભારતીય ટીમને ઑલ આઉટ થતા જોઇ શકાતી નહતી, તોફાન જેવી સ્થિતિ હતી. એવામાં મેચ અશક્ય થઇ ગઇ હતી. ત્યારબાદ પોલીસે મોર્ચો સંભાળ્યો આશરે 3 કલાક બાદ માત્ર 200 લોકોની હાજરીમાં મેચ ફરીથી શરૂ થઇ.
ADVERTISEMENT
આ ગુસ્સાનું કારણ પાકિસ્તાન સામે હાર નહતી. પરંતુ દર્શ તો સચિનને આ પ્રકારે આઉટ કરવા પર ગુસ્સા હતા. અંતે છેલ્લી વિકેટના રૂપમાં વેન્કટેશ પ્રસાદની વિકેટ પાડી. ભારતીય ટીમ 232 રનો સુધી સીમિત રહી અને પાકિસ્તાને આ મેચ 46 રનોથી જીત મેળવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.