બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Due to Corona, sanctions were increased in different states of the country

લોકડાઉન 3.0 / દેશના આ શહેરમાં આજે લાગ્યું સંપૂર્ણ લૉકડાઉન, મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં પણ તાળાબંધી શરૂ

Ronak

Last Updated: 12:34 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રતિબંધો વધારવામાં આવ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કેસ વધવાને કારણે અહીયા સૌથી વધારે પ્રતિબંધો લંબાવાયા છે.

  • કોરોનાને કારણે રાજ્યોમાં પ્રતિબંધો લાગૂ 
  • મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રતિબંધો 
  • દિલ્હી અને તમીલનાડુમાં વિકેન્ડ કર્ફ્યું 

દેશમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે હવે દરેક રાજ્યોની સરકારો દ્વારા જુદી જુદી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. દરેક રાજ્યોની સરકાર દ્વારા અલગ અલગ પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે. ત્યારે આ સમયે તમિલનાડુમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચેન્નઈમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. 

પ્રતિબંધો વધારાયા 

બીજી તરફ અન્ય રાજ્યોની સરકાર દ્વારા શાળા કોલેજો બંધ કરાવામાં આવ્યા છે. સાથેજ નાઈટ કર્ફ્યુંનો સમય પણ લંબાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે અને વર્કફ્રોમ હોમ પર બધા વધારે ભાર આપી રહ્યા છે. 

દરેક રાજ્યોની જુદી જુદી ગાઈડલાઈન 

દરેક રાજ્યોમાં સરકાર દ્વારા અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા રાજ્યો દ્વારા કેટલા પ્રતિબંધો લગાવામાં આવ્યું છે.

તમિલનાડુમાં સંક્રમણ બેકાબૂ 

ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએંટને કારણે કોરોના સંક્રમણ હવે તમિલનાડુમાં બેકાબૂ થઈ રહ્યું છે. જેથી અહિયા સરકાર દ્વારા વિકેન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ સમગ્ર રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે મેડિકલ સેવાઓ કરિયાણાની દુકાનો વગેરે જીવ જરૂરિયાતની વસ્તુઓ માટે પ્રતિંબધ નથી લગાવામાં આવ્યા. પરંતુ જેણે માસ્ક નહી પહેર્યો હોય તેણે પણ દંડ ડબલ આપવો પડશે. 

દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યું 

દિલ્હી સરકાર દ્વારા પણ સૌથી પહેલા વિકેન્ડ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત કોરોના દર્દીઓએ 14 દિવસ આઈસોલેશનની જગ્યાએ માત્ર 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. સરકારી ઓફિસોમાં પણ વર્કફ્રોમ હોમ લાગુ કરી દેવામાં આવ્યું છે અને પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા ક્ષમકા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથેજ સિનેમાઘર, જીમ, ઓડિટોરિયન, વોટરપાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ફેસ્ટિવ ઈવેન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં સંક્રમણ બેકાબૂ 

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયા અહિયા પણ નવા પ્રતિબંધો લગાવામાં આવ્યા છે. જેમા રાતે 11 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફયું રાખવામાં આવ્યો છે. શનિવારે ઓમિક્રોનના 133 કેસ નવા આવ્યા છે. જેથી અહીયા હવે ઓમિક્રોનના કુલ દર્દી 1009 થઈ ગયા છે. મુંબઈના મેયર દ્વારા અહીયા વિકેન્ડ લોકડાઉન કરવા ના પાડી દેવામાં આવી છે. પરંતુ સ્કૂલ કોલેજોને 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. 

રાજસ્થાનમાં નાઈટ કર્ફ્યું લાગુ 

રાજસ્થાનમાં જયપુર અને જોધપુરમાં શાળાને 17 જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત અહિયા સરકારી ઓફિસોમાં પણ 50 ટકા કર્મચારીઓને વર્કફ્રોમનો આદેશ આપ્યો છે. જે પણ ઓફિસોમાં અહીયા કોરોનાનો કેસ આવશે તે ઓફિસને 72 કલાક બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથેજ રાતના 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું અહીયા જાહેર કરી દેવામાં આવ્યો છે. 

હરિયાણામાં થિેયેટર રેસ્ટોરન્ટ બંધ 

હરિયાણમાં  જે પણ વિસ્તારો રેડ જોનમાં છે ત્યા સ્કૂલ , કોલેજો, સિનેમાઘર, મલ્ટીપ્લેક્ષ,  અને રેસ્ટોરન્ટોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રમતની જગ્યાઓ પર માત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓ અભ્યાસ કરી શકશે. પરંતુ ત્યા કોઈ દર્શક કે સમર્થક નહી હોય. 

ઉત્તરપ્રદેશમાં પણ પ્રતિબંધો વધારાયા 

ઉત્તરપ્રદેશમાં નવી ગાઈડલાઈન પ્રમાણે લગ્ન હવે બંધ જગ્યાએ કરવામાં આવશે અને લગ્નમા માત્ર 100 લોકો હાજર રહી શકશે. ઉપરાંત 6 થી 14 જાન્યુઆરી સુધી અહીયા શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જે પણ જિલ્લામાં અહિયા કોરોનાના કેસની 1 હજાર કરતા વધરે હશે ત્યા રાતે 10 થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફયું લગાવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત થીયેટર અને રેસ્ટોરન્ટ જેવા જાહેર સ્થળો પણ અહિયા 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

cornavirus lockdown 3.0 omicron variant ઓમિક્રોન વેરિએંટ કોરોના વાયરસ લોકડાઉન 3.0 Lockdown 3.0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ