બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dudhsagar Dairy Former chairman Vipul Chaudhary arrested in bogus transaction

મહેસાણા / દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ, તપાસ દરમ્યાન સામે આવ્યા કરોડોના બોગસ વ્યવહાર

Dhruv

Last Updated: 10:53 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધસાગર ડેરીમાં કરોડોના બેનામી વ્યવહાર મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની રાત્રે તેમના નિવાસસ્થાનેથી પોલીસે ધરપકડ કરી છે.

  • દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ
  • ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે ધરપકડ
  • વિપુલ ચૌધરીના પુત્રની પણ ખુલી શકે છે સંડોવણી

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં રૂપિયા 320 કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે.

17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ

તમને જણાવી દઇએ કે, સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.

IFrame

મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને CAની કરાઈ ધરપકડ

આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.

ગાંધીનગર સ્થિત બંગલેથી કરાઈ હતી અટકાયત

વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયું

જોકે હવે વિપુલ ચૌધરીની ધરપકડના પગલે મહેસાણામાં રાજકારણ ગરમાયુ છે. નાણાંકીય ગોટાળામાં વિપુલ ચૌધરીની ધરપકડ થતા રાજકીય સમીકરણ બદલાયું. મહત્વનું છે કે, અર્બુદા સેના બનાવી વિપુલ ચૌધરી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને પગલે અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ હવાલે કરાયા હતા. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી ટાણે વિપુલ ચૌધરીની વધુ એક વખત ધરપકડ કરાઈ છે. આથી, ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલો ફેર પડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ