બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાતે સૂકી ખાંસી સૂવા નથી દેતી? કરી લેજો આટલું કામ, તરત મળી જશે રાહત

હેલ્થ / રાતે સૂકી ખાંસી સૂવા નથી દેતી? કરી લેજો આટલું કામ, તરત મળી જશે રાહત

Nirav Kumar

Last Updated: 01:29 AM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં થતી સૂકી ખાંસીથી બચવાના અનેક ઘરેલુ ઉપાય છે. જેને અજમાવી તમે સૂકી ખાંસીમાંથી રાહત મેળવી શકો છો. ચાલો તે વિષે વિગતવાર જાણીએ.

શિયાળાની ઋતુની સાથે અમુક મૌસમી બીમારીનું પ્રમાણ વધી જાય છે. જેમાં ઉધરસ, શરદી કે સૂકી ખાંસીનો સમાવેશ થાય છે. જેમાં સૂકી ખાંસી ગળામાં દુખાવાનું કારણ બને છે. જે રાત્રે ઊંઘમાં ખલેલ પણ પહોંચાડે છે. તો એવામાં ચાલો સમજીએ કે, રાત્રે સૂકી ખાંસી કેમ માટે આવે છે. તેના લક્ષણો અને તેને કેવી રીતે રોકી શકાય તે વિષે.

  • સૂકી ખાંસીના કારણો
    સૂકી ખાંસીમાં કફ બહાર નથી આવતો. જેમાં ગળામાં ખીચખીચ, ગળું સૂકાઈ જવું અને ચિડિયાપણું ફીલ થાય છે. જે એલર્જી, પોસ્ટનાસલ ડ્રિપ, ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડીઝીઝ, અસ્થમા એટેક, ધૂમ્રપાન, વાયરલ ઇન્ફેક્શન, ફેફસાના કેટલાક ક્રોનિક રોગો, અમુક દવાઓ જેવા કારણોનો સમાવેશ થાય છે.

સૂકી ખાંસીમાં રાહત મેળવવાના ઘરેલું ઉપાયો

  • હાઇડ્રેટેડ રહો
    સૂકી ખાંસીથી રાહત મેળવવા માટે તમારે હાઇડ્રેટેડ રેહવું જોઈએ. જેમાં તમારે હર્બલ ટી, સૂપ, ચા, ગરમ ફળોનો રસ અને ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.
vtv app promotion
  • આદું
    આદુંમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.  એના માટે તમે 20-30 ગ્રામ છીણેલા આદુના મૂળને એક કપ ગરમ પાણીમાં મધ કે લીંબુના રસ સાથે ભેળવીને ચા બનાવી શકો છો. જે તમને સૂકી ખાંસીમાં મદદરૂપ સાબિત થશે.
  • દાડમ
    દાડમની છાલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આથી જ્યારે તમે તેને ગરમ પાણીમાં પલાળીને સેવન કરો છો ત્યારે તે સૂકી ખાંસીમાં મદદરૂપ થાય છે.

વધુ વાંચો : જલદી ઘડપણ અને બેહિસાબ બીમારીઓ લાવે છે આ 6 ફૂડ, આજે કરો થાળી બહાર

  • મધ અને લીંબુ
    મધમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ્સ સૂકી ખાંસીથી રાહત આપવાનું કામ કરે છે. તો  લીંબુમાં રહેલ વિટામિન સી ફાયદાકારક સાબિત થાય છે. એના માટે મધને બે ચમચી લીંબુના રસમાં મિક્સ કરીને સેવન કરી શકો છો.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dry Cough Cough Remedies
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ