બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / Drone Sakhi Yojana launched by PM Modi, the country got 10 thousand new medicinal centers

વિકસિત ભારત સંકલ્પ યાત્રા / PM મોદીના હસ્તે ડ્રોન સખી યોજનાનો શુભારંભ, દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર, સંબોધનમાં કહ્યું ભેદભાવ નહીં સેવાભાવથી કાર્ય

Megha

Last Updated: 12:58 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદીએ AIIMSમાં સ્થિત PM જન ઔષધિ કેન્દ્રનું ઑનલાઇન ઉદ્ઘાટન કરતા કહ્યું કે, 'પહેલાની સરકારો ભેદભાવ સાથે કામ કરતી હતી. અમે સેવાની ભાવનાથી કામ કરીએ છીએ.'

  • PM નરેન્દ્ર મોદીએ જન ઔષધિ કેન્દ્રનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું
  • વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા ઘણી મોટી જાહેરાતો કરી 
  • કેન્દ્ર સરકાર મહિલા સહાયક જૂથોને 15 હજાર ડ્રોન આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીથી દેવઘર AIIMSમાં સ્થિત PM જન ઔષધિ કેન્દ્રનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગોડ્ડા સાંસદ ડૉ.નિશિકાંત દુબે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા ઘણી મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મહિલા સહાયક જૂથોને 15 હજાર ડ્રોન આપશે. આ સિવાય પીએમ મોદીએ ઝારખંડના ઘણા જન ઔષધિ કેન્દ્રોના લાભાર્થીઓ સાથે વાત કરી.

પહેલાની સરકારો ભેદભાવ સાથે કામ કરતી હતી
પીએમ મોદીએ કહ્યું, 'પહેલાની સરકારો ભેદભાવ સાથે કામ કરતી હતી. અમે સેવાની ભાવનાથી કામ કરીએ છીએ, શક્તિની ભાવનાથી નહીં. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે. અગાઉ સરકાર પોતાને સર્વેસર્વા માનતી હતી. ભારત હવે અટકવાનું નથી. દુનિયામાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. જનતાને ભારત સરકારમાં વિશ્વાસ છે. અગાઉની સરકારોમાં લોકો નિરાશ થયા હતા. પહેલાની સરકારો દરેક કામમાં રાજકારણ જોતી હતી.

દેશમાં માત્ર ચાર જ જાતિઓ છેઃ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો
વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા પીએમ મોદીએ દેશની ચાર જાતિઓનું વર્ણન કરતા કહ્યું કે દેશમાં માત્ર ચાર જ જાતિઓ છેઃ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતો. હું આ ચાર જાતિઓના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું. મારા માટે સૌથી મોટી જાતિ ગરીબ છે, મારા માટે સૌથી મોટી જાતિ યુવા છે, મારા માટે સૌથી મોટી જાતિ મહિલાઓ છે, મારા માટે સૌથી મોટી જાતિ ખેડૂતો છે. આ ચાર જ્ઞાતિઓના ઉત્થાનથી જ ભારતનો વિકાસ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ