બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dream Astrology 5 things in your dream fate will change get money

ધર્મ / શું તમને પણ સપનામાં દેખાય છે આ 5 ચીજ? તો સમજી જવું ખુલી જશે ભાગ્યના દ્વાર

Arohi

Last Updated: 04:50 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dream Astrology: સપના આપણને અદ્રશ્ય સંકેત આપે છે અને તેનું ફળ પણ આપે છે. સ્વપ્નમાં મનુષ્ય જો આ પાંચ વસ્તુઓને જુએ તો તેમના પર માતા લક્ષ્મીની કૃપા વધારે થાય છે.

સપના ઘણી વખત ભવિષ્યની રાહ બતાવે છે. સપનામાં દેખાતી ઘણી વસ્તુઓ ક્યારેક સાચી થઈ જાય છે. તો ક્યારેક અલગ અલગ વસ્તુઓનું અલગ અલગ ફળ મળે છે. સ્વપ્ન શાસ્ત્રમાં આ બધી વાતોનો ઉલ્લેખ છે. સપનામાં ઘણી વખત અમુક એવી વસ્તુઓ જોવા મળે છે જે અચાનક ધન લાભ કરાવે છે અને મનુષ્યની ખાલી તિજોરી ભરવા લાગે છે. 

સપના આપણને અદ્રશ્ય સંકેત આપે છે અને તેનું ફળ પણ આપે છે. સ્વપ્નમાં મનુષ્ય જો આ પાંચ વસ્તુઓને જુએ તો તેમના પર માતા લક્ષ્મીની કૃપા વધારે થાય છે. જાણો તેના વિશે....

  • સપનામાં જો તમે સફેદ સાપને જમણા હાથમાં કરડતા જુઓ છો તો તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તમારૂ આ ધન ક્યાંક રોકાયેલું અને ફસાયેલું પણ હોઈ શકે છે. 
  • આ ઉપરાંત જો તમે સવારના સમયમાં સપનમાં સળગતી અગ્નિ કે યજ્ઞ જુઓ છો તો આપણને લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે. 
  • સપનામાં સુંદર અને સારૂ બોલતી હોય તેવી સ્ત્રીને જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સંકેત બતાવે છે કે તમારા ઘરે ટૂંક સમયમાં જ માતા લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમારી ખાલી તિજોરી ભરાવાની છે. 
  • તેના ઉપરાંત સ્વપ્નમાં ખૂબ જ ધન વર્ષા જોવા મળે તો ઘરમાં લક્ષ્મી આગમનનું પ્રતીક માનવામાં આવે છે. તેનો સંકેત છે કે તમને અચાનક ધન લાભ થઈ શકે છે. 

વધુ વાંચો: જો તમારી પણ છે આ રાશિ, તો 1મેંથી બદલાઇ જશે ભાગ્યની લકીર, 12 વર્ષ બાદ બની રહ્યો છે અદભુત સંયોગ

  • સપનામાં અશોક, ચંપા, જૂહી, શેરડીના ખેતર, કમળનું ફૂલ જો જોવા મળે તો સમજી જજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે અને તમે ધનવાન થવાના છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ