બ્રેકિંગ ન્યુઝ
દરેક ગ્રહ એક નિશ્ચિત સમયમાં એક રાશિથી નિકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે જેને ગ્રહ ગોચર અથવા તો રાશિ પરિવર્તનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ગ્રહોનું ગોચર દર રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ કરે છે.
ADVERTISEMENT
.jpg)
દેવગુરૂ બૃહસ્પતિ પણ 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જેની સકારાત્મક અસર 4 રાશિના જાતકો પર જોવા મળશે. ગુરૂ ગ્રહ હાલ મેષ રાશિમાં બિરાજમાન છે. જે 1 મે 2024એ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. કઈ એવી 4 ભાગ્યશાળી રાશિઓ છે જેની કિસ્મત મે મહિનામાં ચમકી જશે. આવો જાણીએ.
ADVERTISEMENT
મેષ
દેવ ગુરૂ બૃહસ્પતિનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. મેષ રાશિથી નિકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા પર મેષ રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિની સાથે વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. વ્યાપારમાં લાભ થઈ શકે છે.
કર્ક
કર્ક રાશિના જાતક ગુરૂ ગ્રહના ગોચરથી ઘણી ભેટ મેળવી શકે છે. આ દિવસોમાં તમને કરિયરમાં ઉન્નતિ મળશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહે છે. વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેંડ કરી શકો છો. લાંબા સમયથી કોઈ અધુરી ઈચ્છા આ સમયે પુરી થઈ શકે છે.
ADVERTISEMENT
.jpg)
સિંહ
જે જાતકોની રાશિ સિંહ છે તેમના માટે બૃહસ્પતિનું વૃષભ રાશિમાં પ્રવેશ ઘણી ખુશખબર લઈને આવી રહ્યું છે. એવામાં તમને પૈતૃક સંપત્તિમાં લાભ મળી શકે છે. નોકરી અને વ્યાપારમાં ખૂબ પ્રગતિ થશે. દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ બની રહ્યા છે. આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઘર કે ઓફિસમાં માછલી ઘર રાખતા હોય તો રાખજો આટલું ધ્યાન, નહીંતર ટૂંક સમયમાં જ અશુભ ઘટશે
કન્યા
જે જાતકોની રાશિ કન્યા છે તેમના માટે ગુરૂનું ગોચર ઘણી તકો લઈને આવી રહ્યું છે. વિદેશમાં નોકરી લાગવાના યોગ છે. કરિયરમાં સફળતા મળી શકે છે. વ્યાપારમાં પણ પ્રગતિની સંભાવના છે. ભાગ્યનો સાથ મળશે. દાંપત્ય જીવન સુખદ રહેશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.