બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોઢામાં વારેવારે પડતા ચાંદાને ન કરો ઈગ્નોર, હોઈ શકે ઓરલ કેન્સરના લક્ષણો
Last Updated: 04:51 PM, 5 March 2025
જો તમારા મોઢામાં ચાંદા સતત રહે છે અને સજા થતાં નથી, તો વિલંબ કર્યા વગર તબીબની સલાહ લેવી જોઈએ. જો તમને મોઢાની ચાંદી અંગે ચિંતા છે, તો પ્રથમ ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટર પાસે જઈને તપાસ અવશ્ય કરવી જોઈએ. મોઢામાં ચાંદી થવાના અનેક કારણો હોય શકે છે. જેમ કે માનસિક તણાવ, પોષણની ઉણપ અથવા ગળામાં કોઈ ખાસ પ્રકારનું ઈન્ફેક્શન, આવા કારણોસર થતી સામાન્ય ચાંદી થોડા અઠવાડિયામાં આપમેળે સાજી થઈ જાય છે.
ADVERTISEMENT
ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જો મોઢાની ચાંદી 3 અઠવાડિયામાં સાજી ન થાય, તો તરત જ તબીબને મળવું જોઈએ. સમય જતા, આ વધુ દુખદાયક બની શકે છે. જો કેન્સર થવાની સંભાવના હોય, તો ચાંદીમાંથી લોહી પણ નીકળે શકે છે. આ લાલ અથવા સફેદ ડાઘ તરીકે દેખાઈ શકે છે, જે દૂર થતું નથી. જો ગળા અથવા ગાલમાં ગાંઠ દેખાય, તો પણ તબીબને તરત જ મળવું જોઈએ, કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે.
ADVERTISEMENT

સામાન્ય ચાંદી અને કેન્સર વચ્ચેનો તફાવત
ADVERTISEMENT
હેલ્થ એક્સપર્ટ અનુસાર, મોઢાની સામાન્ય ચાંદી એ પીડાદાયક ઘા હોય છે, જે મોઢાની અંદરની બાજુ ઉદ્ભવે છે. તે જીભ, ગાલ અથવા હોઠ પર થઈ શકે છે. આ ચાંદી દેખાય ત્યારે લાલ રંગની આજુબાજુમાં સફેદ, પીળા અથવા ભૂરાશ પડતાં રંગની હોય છે. આ સામાન્ય રીતે ઓવલ આકારની હોય છે અને તેનો દુખાવો ધીમે ધીમે વધી શકે છે.
ચાંદી થવાના મુખ્ય કારણો
ADVERTISEMENT
ઓરલ કેન્સર શું છે?
ADVERTISEMENT
ઓરલ કેન્સર મોઢાની સામાન્ય ચંડિથી અલગ હોય છે. તે હોઠ, જીભ, ગાલ, મોઢાની નીચેની સપાટી અને ગળાની અંદર થતો કેન્સર છે.
ઓરલ કેન્સરના કારણો
ADVERTISEMENT
તંબાકૂ અને આલ્કોહોલનું વધુ સેવન કરવું. મોઢાની યોગ્ય સફાઈ ન રાખવી સૂર્યપ્રકાશમાં વધુ સમય રહેવું વગેરે કારણોથી ઓરલ કેન્સર થઈ શકે છે.
ઓરલ કેન્સરના લક્ષણો
વધુ વાંચો: પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલ લેવી થઈ શકે છે ખતરનાક, અભ્યાસમાં થયો ખુલાસો
જો તમને પણ આમાંના કોઈ લક્ષણો જણાય, તો તબીબી સલાહ મહત્વપૂર્ણ છે. તરત જ તબીબી નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.