બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલ લેવી થઈ શકે છે ખતરનાક, અભ્યાસમાં થયો ખુલાસો

હેલ્થ / પ્રેગ્નન્સી દરમિયાન પેરાસિટામોલ લેવી થઈ શકે છે ખતરનાક, અભ્યાસમાં થયો ખુલાસો

Last Updated: 03:05 PM, 5 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતૃત્વ એ ભગવાને આપેલી એક સુંદર ભેટ છે. ક્યારેક આપણા બધાના ઘરમાં સરળતાથી મળી આવતી પેરાસિટામોલ ટેબલેટ આપણે ડૉક્ટરને પુછ્યા વગર જ લઈ લેતા હોઈએ છીએ. પણ ગર્ભવતી સ્ત્રીએ આ બાબતે ખાસ સચેત રહેવાની જરૂર છે.

જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય ત્યારે તે પોતે અને તેની અસપાસના લોકો વિશેષ ધ્યાન રાખતા હોય છે. પરંતુ પરંતુ એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઘરમાં સરળતાથી મળી જતી અને કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર જ આપણે જે દવા પેરાસિટામોલ લઈ લેતા હોઈએ છીએ તે ગર્ભાવસ્થા દરમિયાન લવી જોઈએ નહીં. પેરાસિટામોલના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે તેનો ઉપયોગ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. સંશોધન દર્શાવે છે કે સગર્ભા સ્ત્રીઓ દ્વારા તેનું સેવન બાળકમાં ADHD (એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર) નું જોખમ વધારી શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ આ પેરાસિટામોલ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને શરદી, ખાંસી અને તાવ આવે તો તે ડૉક્ટર પાસે જવાને બદલે ઘરમાં જ રહેલી પેરાસિટામોલ એસિટામિનોફેન દવા લઈ લે છે. પરંતુ અભ્યાસો દર્શાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ દવા હાનિકારક હોઈ શકે છે. આનાથી બાળકોના માનસિક વિકાસ પર અસર પડે છે.

ગર્ભવતી સ્ત્રી પર કર્યું રિસર્ચ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે ગર્ભવતી સ્ત્રીઓ આ દવાનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. તેની તેમના નવજાત શિશુ પર પ્રતિકૂળ અસર પડી હતી. ખાસ કરીને બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. પેરાસિટામોલ દવા લેતી સ્ત્રીઓના બાળકોમાં ધ્યાનનો અભાવ, વધુ પડતાં એક્ટિવ અને વ્યાવહારિક તકલીફો ( જેમ કે હળવું મળવું, બોલવું વગેરે..) જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ બધા લક્ષણો એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર સાથે સંકળાયેલા છે જે એક ન્યુરોલોજીકલ સમસ્યા છે.

pregnancy-final

શું કહે છે અભ્યાસ?

અમુક મેડિકલ જર્નલ અને મેડિસિન એજન્સીઓએ કેટલીક સગર્ભા સ્ત્રીઓ પર પેરાસિટામોલની અસરો પર અભ્યાસ હાથ ધર્યો છે. એજન્સીએ શોધી કાઢ્યું કે આ કન્ટેન્ટ વાળી દવા લેતી સ્ત્રીઓથી જન્મેલા બાળકોના માનસિક વિકાસ પર અસર પડી હતી. નિષ્ણાતોના મતે પેરાસિટામોલ શરીરમાં કેટલાક ફેરફારો લાવી શકે છે જે બાળકના મગજના વિકાસને અસર કરી શકે છે. આનાથી બાળકના મન પર ખરાબ અસર પડે છે.

વધુ વાંચો: વજન ઘટાડવું છે, તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 5 સુપરફૂડ્સ, મળશે અદ્ભુત ફાયદા, જાણો કેવી રીતે

ADHD શું છે?

અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર એ એક ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. આ એક પ્રકારનો માનસિક રોગ છે. તે એકાગ્રતાનો અભાવ, સ્થિરતાનો અભાવ, વિચાર્યા વિના કાર્ય કરવું અને અતિ સક્રિયતા જેવી સમસ્યાઓનું કારણ બને છે. તે બાળપણમાં શરૂ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. તેમ બાળકનો માનસિક વિકાસ ધીમો થાય છે. તે લોકો સાથે ભળી શકતું નથી કે તેને લોકો સાથે વાત કરવામાં પણ તકલીફ પડે છે.

Baby-sleep

જો કે ગર્ભાવસ્થા દરમિયાન એટલું જ ધ્યાનમાં રાઝવું જોઈએ કે તમારા ડૉક્ટરને પૂછ્યા વિના કોઈપણ દવાનું સેવન કરવું જોઈએ નહીં. જો તમને કોઈ તકલીફ કે એલર્જી હોય તો પણ સીધો ડોક્ટરનો સંપર્કકરવો જોઈએ. અને ગર્ભવતી સ્ત્રીઓએ હંમેશા મનગમતી પ્રવૃતિમાં મન પરોવીને પ્રફુલ્લિત અને કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

health Pregnant woman Medicine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ