બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Don't fall for greedy offer of 'work from home', bank account will be cleared in seconds, cybercrime appeals

સાવચેત / ‘વર્ક ફ્રોમ હોમ’ની લોભામણી ઓફરમાં ફસાંતા નહીં, પળવારમાં બેન્ક એકાઉન્ટ સાફ થઈ જશે, સાયબર ક્રાઈમે કરી અપીલ

Vishal Khamar

Last Updated: 11:50 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સઅપ પર ઈન્ટરનેશનલ નંબર મારફતે ઠગ ટોળકી દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાયબર એક્સપર્ટ દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

  • વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરી છેતરવાના કિસ્સામાં વધારો
  • સાયબર ક્રાઈમ પોલીસે લોકોને એલર્ટ રહેવા અપીલ કરી
  • લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલનો કંટ્રોલ ઠગ ટોળકીના હાથમાં આવી જશે

કોરોનાકાળથી લઈને આજ દિન સુધી ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજકાલ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન કોલ કરીને છેતરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થતાં સાયબર ક્રાઈમ પોલીસે પણ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવી પડી છે. આ વખતે ઠગ ટોળકીએ ગજબની મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે. ખાસ કરીને આવા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ આવે અને જવાબમાં તમે ફોન કે મેસેજ કરો તે સાથે જ તમને ‘વર્ક ફ્રોમ હોમ’ની લોભામણી ઓફર આપીને જાળમાં ફસાવવામાં આવે છે. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે, આ શાતિર ઠગ ટોળકીએ મોકલેલી લિંક પર ક્લિક કરતા જ તમારા મોબાઈલનો ટોટલ કંટ્રોલ તેમના હાથમાં આવી જાય છે અને પળવારમાં જે તેઓ તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
આવા કોઈ પણ નંબરથી ફોન આવે તે બ્લોક કરી દેજો
પહેલી નજરે કોઈને પણ ઈન્ટરનેશનલ સબસ્ક્રાઈબર ડાઈલિંગ (ISD) કોલ લાગતો આ ફોન કોલ હકીકતમાં તો આપણા દેશના જ કોઈ ખૂણેથી કરવામાં આવી રહ્યો છે. વોટ્સએપ પર આવા કોઈ પણ અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ આવે તો તરત જ તેને બ્લોક કરી દેજો. જેટલા પણ લોકોએ આ ઠગ ટોળકી સાથે મેસેજ કે કોલથી વાત કરવાની કોશિશ કરી છે તેમને એડવર્ટાઈઝિંગ એજન્સીના નામે ટેલીગ્રામ અને યૂટ્યૂબ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘર બેઠા મહિને રૂ.૧૨,૦૦૦થી લઈને રૂ.૨૦,૦૦૦ સુધીની કમાણી કરવાની લલચાવતી ઓફર કરવામાં આવે છે.
થોડીક જ વારમાં તમારૂ એકાઉન્ટ થઈ જશે સાફ
‘વર્ક ફ્રોમ હોમ’નો કોન્સેપ્ટ કોરોનાકાળ પછી ઘણો લોકપ્રિય બન્યો છે અને આથી તેનો લાભ ઉઠાવીને આ ટોળકી જોરદાર કમાણી કરવાની લાલચ આપે છે અને ‘શિકાર’ને એક લિંક મોકલી આપે છે. આ લિંક હકીકતમાં એક માલવેર હોય છે અને તેના પર ક્લિક કરતાની સાથે જ મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ ઠગ લોકોના હાથમાં આવી જાય છે. તેઓ હજારો કિલોમીટર દૂર બેઠા બેઠા પણ જે તે વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ ‘સાફ’ કરી નાખે છે.
જો   તમને વોટ્સએપ પર આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવે છે તો ચેતી જજો. કેમ કે છેલ્લા કેટલાક મહિનામાં આવા ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ્સના આવવાના કિસ્સા જોવા મળ્યા છે. ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ્સ કરીને સ્કેમર્સ તમારી સાથે છેતરપિંડી કરવાનો ઠગબાજ ગેંગ સક્રિય થઇ છે. 
શું કાળજી રાખશો?
સાયબર એક્સપર્ટ સલાહ આપે છે કે, તમને સહેજ પણ શંકા જાય તેવા ઈન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવે તો તરત તેનો રિપોર્ટ કરો અને આ નંબરને બ્લોક કરી દો. આવા કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં અને જો ભૂલથી આવું કરી બેસો તો તરત જ પોલીસનો સંપર્ક કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ