બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Don't do this kind of film', after watching this scene of Bobby Deol in Animal, the mother got into a state, gave a strict warning

બોલિવુડ / 'તું આવી ફિલ્મ ના કર', Animalનો આ સીન જોતા જ બૉબી દેઓલની માતા થઇ ઇમોશનલ

Pravin Joshi

Last Updated: 01:31 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોબી દેઓલ એનિમલ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ પોતે કહ્યું કે જ્યારે અભિનેતાને સ્ક્રીન પર આ ભૂમિકામાં જોયો ત્યારે તેની માતાએ ભાવુક થઈ ગયા હતા.

  • હાલના દિવસોમાં ફિલ્મ એનિમલની ખૂબ ચર્ચા 
  • બોબી દેઓલની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે
  • એનિમલ એક મોટી બ્લોકબસ્ટર હિટ બની 

હાલના દિવસોમાં ફિલ્મ એનિમલની ખૂબ ચર્ચા થઈ રહી છે. 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દરેક પસાર થતા દિવસે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે પાંચ દિવસમાં જ વર્લ્ડવાઈડ કલેક્શન સાથે 481 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન બોબી દેઓલે જણાવ્યું કે આ ફિલ્મ જોયા બાદ તેની માતાની પ્રતિક્રિયા શું હતી.એનિમલ એક મોટી બ્લોકબસ્ટર હિટ બની છે. હાલમાં જ બોબી દેઓલે ખુલાસો કર્યો હતો કે તેની માતા પ્રકાશ કૌર નથી ઈચ્છતી કે તે એનિમલ જેવી ફિલ્મો કરે. એક ઈન્ટરવ્યુમાં બોબીએ કહ્યું હતું કે તેની માતા મૃત્યુના દ્રશ્યો સહન કરી શકતી નથી અને તેણે કહ્યું કે તેણે આવી ફિલ્મો ન કરવી જોઈએ. તેણે કહ્યું, 'મારી માતા મારા મૃત્યુના દ્રશ્યને જોઈ ન શકી. તેણીએ કહ્યું, આવી ફિલ્મો ન કરો.

શું એનિમલમાં Bobby Deolને સ્ક્રીન પર ઓછો સમય મળ્યો? કહ્યું 'હું પણ ઈચ્છતો  હતો કે..', 10 મિનિટમાં વગર બોલ્યે ચાહકોના દિલ જીત્યા I bobby deol revealed  his views on ...

પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સની દેઓલ ફિલ્મ જોઈ શક્યા નથી

જો કે, બોબી દેઓલે કહ્યું કે તેની માતા પ્રકાશ કૌર પણ ખૂબ જ ખુશ છે કારણ કે તેને તેના મિત્રોના ઘણા ફોન આવી રહ્યા છે જેઓ તેને મળવા આતુર છે. તેણે કહ્યું કે આશ્રમની રિલીઝ પછી પણ તેની માતાના મિત્રો તેને મળવા માંગતા હતા. અભિનેતાએ જણાવ્યું કે તેના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સની દેઓલ ફિલ્મ જોઈ શક્યા નથી. તમને જણાવી દઈએ કે બોબી દેઓલ એનિમલની રિલીઝ પછી ક્લાઉડ નાઈન પર છે. તાજેતરમાં ફિલ્મને મળી રહેલો પ્રેમ જોઈને તે ભાવુક થઈ ગયો અને પોતાના આંસુ પર કાબૂ રાખી શક્યો નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ