બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Don't be fooled by this ad! Fake form for the recruitment of cleaners goes viral, the administrative officer's accuracy after being overwhelmed with the application

વડોદરા / આ જાહેરાતમાં ભરમાતા નહીં! સફાઈ સેવકની ભરતીનું ફેક ફોર્મ વાયરલ, અરજીના થક્કા લાગતાં વહીવટી ઓફિસરની ચોખવટ

Vishal Khamar

Last Updated: 10:50 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ફેક ભરતીનાં મેસેજ ફરતા થતા લોકોએ સફાઈ સેવક બનવા માટે મહાનગર પાલિકાનાં જનસેવા કચેરીની ઓફીસે પહોંચ્યા હતા. જ્યા થોડીક અરજી સ્વીકાર્યા બાદ લોકોને ખબર પડી કે આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

  • વડોદરામાં ફેક ભરતીના મેસેજથી સફાઇ સેવક બનવા દોડતા થયા લોકો
  • જનસેવા કચેરીએ 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે ફેક ભરતી મેસેજ
  • ભૂલનું ભાન થતાં અધિકારીએ બોર્ડ લગાવ્યું આવી કોઇ ભરતી નથી

આજનાં આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. તેમજ નોકરી વાંચ્છુક લોકો માટે પણ સોશિયલ મીડિયામાં અનેક ગ્રુપ હોય છે. ત્યારે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સેવકની ભરતી માટેની ભરતીનો મેસેજ ફરતો થતા લોકો સફાઈ સેવક બનવા દોડતા થયા હતા. જે બાદ મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડ્યા હતા. 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે સફાઈ સેવકની આવી કોઈ જ ભરતી ન હોવાની જાણ થતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ફેક હોવાનું સામે આવ્યું હતું.  

અધિકારીનાં કહેવાથી અરજી સ્વીકારીઃ કર્મચારી (જનસેવા કચેરી)
વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ સેવકની ભરતીનાં મેસેજને લઈ રોજગાર વાંચ્છુક હજારો લોકોએ સફાઈ સેવકની ભરતી માટે દોડ લગાવી હતી. હજારોની સંખ્યામાં લોકો નોકરી મેળવવા માટે વડોદરા મહાનગર પાલિકાનાં જનસેવા  કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ જનસેવા કચેરી કર્મચારી દ્વારા કબૂલાત કરી હતી કે અધિકારીનાં કહેવાથી અરજી સ્વીકારી છે. 

નોકરી ઈચ્છતા સફાઈ સેવકોને કોણે ગેરમાર્ગે દોર્યા તે મોટો સવાલ
વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીની ભરતીનો ફેક મેસેજ ફરતો થયા બાદ હજારો લોકો મહાનગર પાલિકાનાં જનસેવા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. જે બાદ અધિકારીને તેઓની ભૂલનું ભાન થતા અધિકારીએ બોર્ડ લગાવ્યુ હતું કે આવી કોઈ ભરતી નથી. ત્યારે નોકરી ઈચ્છતા સફાઈ સેવકોને કોણે ગેરમાર્ગે દોર્યા તે સૌથી મોટો સવાલ છે.

કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથીઃ તરૂણ શાહ (વહીવટી ઓફિસર)
વડોદરા સફાઈ સેવકની ભરતી માટેનાં ફોર્મ મામલે વહીવટી ઓફીસર તરૂણ શાહે નિવેદન આપ્યું છે કે, આવી કોઈ ભરતી કોર્પોરેશને હાથ ધરી જ નથી. કોઈએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમજ કોર્પોરેશને આવી કોઈ જાહેરાત કે ફોર્મ બહાર પાડ્યા જ નથી.  તેમજ અરજીનાં સ્વરૂપે લોકો આપી રહ્યા છે તે સુવિધા કેન્દ્રમાં સ્વીકારીએ છીએ. અત્યાર સુધીમાં 700 જેટલી અરજી આવી છે. આવી કોઈ પ્રક્રિયા જ નથી માટે સૂચનાઓ લખવામાં આવી છે. લોકોએ ગેરમાર્ગે ના દોરાવવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ