બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / ટ્રમ્પના એલાન બાદ H-1B વિઝા હોલ્ડર મુશ્કેલીમાં! ખતમ થઇ રહ્યાં છે લોકોના સપના
Last Updated: 10:01 AM, 29 January 2025
અમેરિકામાં દર વર્ષે 85 હજાર લોકોને H-1B વિઝા આપવામાં આવે છે. અમેરિકન કંપનીઓ આ વિઝા દ્વારા કુશળ કામદારોને નોકરી પર રાખે છે. H-1B વિઝા મેળવવામાં ભારતીયો સૌથી આગળ છે. પણ H-1B વિઝા ધારકોને ગ્રીન કાર્ડ માટે લાંબો સમય રાહ પણ જોવી પડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં ભારતીયોને અમેરિકામાં કાયમી રહેઠાણ મેળવવા માટે 100 વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ સંજોગોમાં ટ્રમ્પની જાહેરાતથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ADVERTISEMENT

અમેરિકાની નાગરિકતાનું સપનું પૂરું
ADVERTISEMENT
ટ્રમ્પના નિર્ણયની સૌથી વધુ અસર H-1B વિઝા ધારકો પર પડી છે, અમેરિકામાં રહેતા એક ભારતીય કર્મચારીએ ભારતથી દૂર વિદેશમાં નવું જીવન શરૂ કરવાનું સપનું જોયું. એમ પણ તેની પત્ની ગર્ભવતી થતાં તેને થયું કે તેના બાળકને જન્મતા જ અમેરિકાની નાગરિકતા મળી જશે પણ હવે ટ્રમ્પના નવા નિયમથી તેના બાળકને જન્મ સમયે નાગરિકતા મળશે નહીં તેથી તેનું સ્વપ્ન તૂટી જતું તેણે લાગ્યું. અન્ય એક કર્મચારીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ટ્રમ્પના નિર્ણયની સૌથી વધુ અસર H-1B વિઝા ધારકો પર પડી છે, "મને લાગે છે કે આપણામાંથી ઘણા લોકો માટે, અમેરિકન સ્વપ્નનો અંત આવી રહ્યો છે." અમેરિકામાં દર વર્ષે બિન-નાગરિકોને કેટલા બાળકો જન્મે છે તેનો કોઈ ડેટા નથી, પરંતુ એક કાનૂની કેસ દરમિયાન એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આવા બાળકોની સંખ્યા વાર્ષિક 1.5 લાખ છે.

ADVERTISEMENT
વિદેશી કર્મચારી અમેરિકા આવવું પસંદ કરશે નહીં
આ અંગે પોતાનો અભિપ્રાય મૂકતાં એક ટેક કંપનીના સ્થાપકે કહ્યું કે, " જન્મજાત નાગરિકતા નાબૂદ કરવાથી અમેરિકન કંપનીઓ માટે વિદેશી કામદારોને નોકરી પર રાખવાનું વધુ મુશ્કેલ બનશે. ઘણી કંપનીઓ પ્રતિભાશાળી લોકોને નોકરી પર રાખે છે જેથી તેઓ તેમના માટે કામ કરી શકે, તેઓ તેમને અહીં આવીને પોતાનું જીવન શરૂ કરવા માટે પણ આકર્ષિત કરે છે, જેમાં પરિવાર શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. " વધુમાં તેમણે કહ્યું કે, "જો કોઈ બાળક યુ.એસ. નાગરિક બનવાનું નથી, તો તે એક મોટો અવરોધ હશે. વિઝા પ્રક્રિયા પહેલાથી જ ઘણી જટિલ છે અને આ નિયમ બાબતોને વધુ મુશ્કેલ બનાવશે. લોકો એવી જગ્યાએ જશે જ્યાં તેમના માટે બધું સરળ હશે."
ADVERTISEMENT
વધુ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા ભારતીયો પર સંકટ, અમેરિકાથી 18000 લોકોને મોકલાશે પરત

ADVERTISEMENT
બાળકની નાગરિકતા પર પ્રશ્ન
સિનિયર ઇમિગ્રેશન કાઉન્સેલે આ અંગે જણાવ્યું કે, " એક્ઝિક્યુટિવ ઓર્ડરથી ઘણા H-1B ધારકોના પરિવારોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આનાથી સમગ્ર પરિવારની સ્થિરતા પર અસર પડે છે, કારણ કે હવે એ પ્રશ્ન ઊભો થશે કે શું આ બાળકોનો કોઈ દેશ નથી?" આ ઉપરાંત ડલ્લાસમાં રહેતા ભારતીય-અમેરિકન સમુદાયના સર્જન જે 40 વર્ષથી અમેરિકામાં રહે છે તેમણે કહ્યું કે, " કામચલાઉ વિઝા પર જન્મેલા બાળકોની સ્થિતિ શું હશે તે હજુ સ્પષ્ટ નથી. લોકો તેના વિશે ચિંતિત છે. જો તે બાળકો અમેરિકાના નાગરિક નથી, તો તેમને કયા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે તે ખૂબ જ મૂંઝવણભરી પરિસ્થિતિ છે"
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.