બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા ભારતીયો પર સંકટ, અમેરિકાથી 18000 લોકોને મોકલાશે પરત
Last Updated: 07:18 PM, 21 January 2025
Donald Trump On Illegal Immigrants: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના ધબકારા વધી ગયા છે. દરમિયાન બ્લૂમબર્ગે દાવો કર્યો છે કે અમેરિકાથી ૧૮ હજાર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પાછા આવી શકે છે.
ADVERTISEMENT
ચાર વર્ષ પછી વાપસી કરી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે સોમવારે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેમણે પદ સંભાળતાની સાથે જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં ફફડાટ પ્રસરાવ્યો છે. આ વચ્ચે ચર્ચા આવી રહી છે કે તેની ગાજ અવૈધ ભારતીય પ્રવાસી પર પડી શકે છે.
ADVERTISEMENT
બ્લૂમબર્ગનો દાવો છે કે અમેરિકાથી 18 હજાર ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવામાં આવશે. ભારત અને અમેરિકા આ મુદ્દે એકબીજાને સહયોગ કરવા તૈયાર છે. ટ્રમ્પ માટે ગેરકાયદે ઘૂસણખોરી એક મોટો ચૂંટણી મુદ્દો રહ્યો છે. ટ્રમ્પે આની વિરુદ્ધ કાર્યકારી આદેશ જારી કર્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 2022 માં આ સંબંધિત ડેટા જાહેર કર્યો હતો. જોકે તેની પ્રક્રિયા અંગેની પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી.
શપથ લીધા પછી તેમણે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે જાહેરાત કરી
હકીકતમાં શપથ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે જે મુખ્ય જાહેરાતો કરી હતી તેમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો મુદ્દો પણ સામેલ હતો. તેમણે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશતા લોકો પર કાયમી પ્રતિબંધની જાહેરાત કરી હતી. એવો અંદાજ છે કે અમેરિકામાં લગભગ 7.25 લાખ ભારતીયો ગેરકાયદે રીતે રહે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2022ના મૂલ્યાંકન મુજબ, અમેરિકામાં કુલ 10 કરોડ 10 લાખ લોકો ગેરકાયદે રીતે રહે છે.
આ પણ વાંચોઃ ના હોય.. વગર પરમિટે કેનેડામાં ભારતીયો કરી શકશે જોબ! પરંતુ કઇ શરતો પર મળે છે દેશમાં એન્ટ્રી
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
તેમણે ગયા દિવસે કહ્યું હતું કે, "તેઓ યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરશે. ગેરકાયદે પ્રવેશ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને તેમનું પ્રશાસન લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરશે." ત્યારથી અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ખતરો મંડરાઇ રહ્યો છે. જ્યારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું છે કે ભારતીયો વિશ્વમાં જ્યાં પણ રહે છે, તેમણે ત્યાના નિયમો અને કાયદાઓનું પાલન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.