બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'રાજનીતિમાં વધારે ના પડો...', સંભલમાં ધમકીઓ શરૂ! 46 વર્ષ બાદ મળી આવેલા મંદિરના પૂજારીનો દાવો
Last Updated: 01:35 PM, 7 January 2025
સંભલના પૂજારીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું કે જે લોકોએ તેને ધમકી આપી હતી તેણે તેને રસ્તામાં રોક્યો અને કહ્યું કે રાજકારણમાં વધુ પડતું ન પડો અને ઘરે બેસી જાવ. પૂજારીએ કહ્યું કે તે ટૂંક સમયમાં આ અંગે પોલીસમાં ફરિયાદ કરશે.
ADVERTISEMENT
યુપીના સંભલમાં 46 વર્ષ બાદ કાર્તિકેય મહાદેવ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા છે, હવે અહી મંદિરમાં પૂજા-અર્ચના કરનાર પૂજારીને અજાણ્યા લોકો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. પૂજારીએ દાવો કર્યો છે કે બે લોકોએ તેને રસ્તામાં રોક્યો અને ધમકી આપી અને કહ્યું કે રાજકારણમાં વધુ પડતું ન પડો અને પોતાના ઘરે બેસી જાવ.
ADVERTISEMENT
સંભલના ખગ્ગુ સરાય વિસ્તારમાં 14મી ડિસેમ્બરે કાર્તિકેય મહાદેવ મંદિરના દરવાજા 46 વર્ષ પછી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દરવાજા ખોલતાની સાથે જ ભક્તો એકઠા થવા લાગ્યા અને મંદિરની સુરક્ષા વ્યવસ્થાને જોતા પોલીસ અને પીએસીના જવાનોની પણ તૈનાત કરવામાં આવી. દરમિયાન મંદિરમાં પૂજા કરાવતા પૂજારીએ આરોપ લગાવ્યો છે કે થોડા દિવસો પહેલા મંદિરથી પરત ફરતી વખતે આર્ય સમાજની ગલીમાં આવેલા જૈન મંદિર પાસે કેટલાક લોકોએ તેમને ધમકી આપી હતી.

ADVERTISEMENT
પૂજારીએ શું દાવો કર્યો?
પૂજારીએ દાવો કર્યો છે કે તેમને ધમકી આપનારાઓએ તેમને કહ્યું હતું કે, "રાજકારણમાં વધુ પડતું ન પડો અને તમારા ઘરે બેસી જાઓ." જો કે આ ધમકી બાદ પુજારીએ હજુ સુધી પોલીસ અધિકારીઓને આ બાબતની જાણ કરી ન હતી. તેનું કહેવું છે કે હવે તે આ ધમકી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે. તેણે હથિયારના લાયસન્સની પણ માંગણી કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ'પ્રેગ્નન્ટ કરો, 5 લાખ કમાવો', ભૂલથી પણ આવી જોબ ઑફરમાં ના ફસાતા, નહીંતર એકાઉન્ટ તળિયા ઝાટક!
સંભલમાં 46 વર્ષથી બંધ મંદિરમાં પૂજા શરૂ થઈ
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે વીજળી ચોરી રોકવા માટે સંભલ પહોંચેલી પોલીસ અને પ્રશાસનની ટીમે 14મી ડિસેમ્બરે 1978થી બંધ પડેલા આ મંદિરની શોધ કરી હતી. આ પછી 15 મી ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિઓ અને મંત્રોના જાપ સાથે પૂજા આરતી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે સાંપ્રદાયિક રમખાણો અને હિંદુ વસ્તીના વિસ્થાપનને કારણે આ મંદિર 1978થી બંધ હતું. 1978ના રમખાણો બાદ હિન્દુ સમુદાયને આ વિસ્તાર છોડીને ભાગવું પડ્યું હતું. 46 વર્ષથી બંધ પડેલું આ મંદિર સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરથી 200 મીટર દૂર છે. મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.