બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / dog owners to be fined 1.92 lakh rupees for not walking their pets in australia

કાયદો / હવે પાલતૂ કૂતરાને દરરોજ ના ફરવા લઇ ગયા તો થશે 1.91 લાખનો દંડ

Published By: Krupa

Last Updated: 05:20 PM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑસ્ટ્રેલિયામાં કૂતરાંને લઇને એક ખૂબ જ અજીબોગરીબ કાનૂન બનાવવામાં આવ્યો છે. જેના માટે તમે સાંભળીને હેરાન થઇ જશો. પાલતૂ કૂતરાને દિવસમાં ઓછામાં ઓછા એક વખત બહાર ફરવા લઇ જવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે

આજના સમયમાં કૂતરા પાળવા લગભગ દરેક લોકોનો શોખ બની ગયો છે. તમે જોતા પણ હશો કે સવાર-સાંજ લોકો પોતાના કૂતરાંને લઇને બહાર ફરવા નિકળે છે. જો કે સમયની ખામીના કારણે કેટલાક લોકો આવું પણ કરી શકતા નથી, પરંતુ ઑસ્ટ્રેલિયામાં કૂતરાંને લઇને એક ખૂબ જ અજીબોગરીબ કાનૂન બનાવવામાં આવ્યો છે. જેના માટે તમે સાંભળીને હેરાન થઇ જશો. 

કૈનબરામાં બનેલા આ કાયદા હેઠળ હવે પાલતૂ કૂતરાને દિવસમાં ઓછામાં ઓછા એક વખત બહાર ફરવા લઇ જવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો આ નિયમનું ઉલ્લંઘન કરતા કોઇ પકડાઇ જાય છે તો એની પર 4000 ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે આશરે એક લાખ 91 હજાર રૂપિયાવો દંડ ફટકારાઇ શકે છે. 

અહીંની સરકારે ગુરુવારે એનિમલ વેલફેયર લેજિશલેશન એમેન્ડમેન્ટ બિલ લાગૂ કર્યું, આ બિલમાં જાવરોના કલ્યાણને લઇને કડક નિયમોની જોગવાઇ કરવામાં આવી છે. એ હેઠળ જો કૂતરાંના માલિક એમના ખાવા-પીવાનો અને રહેવાની ઉચિત વ્યવસ્થા નથી કરતું તો એની પર તરત દંડ ફટકારવામાં આવશે. 

નવા કાયદા હેઠળ જે લોકો પાતાના પાલતૂ કૂતરાને 24 કલાક પોતાની પાસે રાખે છે. એમને ઓછામાં ઓછા બે કલાક માટે એમને ખુલ્લા મૂકવા પડશે. આ કાયદો પાલતૂ બિલાડીઓ પર પણ લાગૂ થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Weird dog ઑસ્ટ્રેલિયા કૂતરાં Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ