બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોન વારંવાર ગરમ થાય છે? ભૂલથી પણ ફ્રિજમાં ન મૂકતા, વધી શકે છે મુશ્કેલી
8 ફોટો ગેલેરી
Last Updated: 04:28 PM, 7 August 2026
1/8
આજના સમયમાં સ્માર્ટફોન આપણી રોજિંદી જિંદગીનો ભાગ બની ગયો છે. જેમાં વીડિયો જોવા, ગેમ રમવા, ફોટા પાડવા કે કોઈ સાથે વાત કરવા, લગભગ બધું જ હવે ફોન પરથી જ થાય છે. પણ વારંવાર ઉપયોગથી ફોન ગરમ થઈ જવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. જેમાં અમુક લોકો તેને ઝડપથી ઠંડો કરવા માટે ફ્રિજમાં મૂકી દે છે. જો તમે પણ આવું કરો છો તો સમજી લો કે આ આદત તમારા ફોનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
2/8
ગરમ ફોનને અચાનક ખૂબ ઠંડી જગ્યાએ (ફ્રિજ કે ફ્રીઝરમાં) મૂકતા તેના અંદરનું તાપમાન અચાનક બદલાઈ જાય છે. આથી ફોનની અંદર ભેજ પેદા થાય છે. આ ભેજ મધરબોર્ડ, બેટરી અને બીજા મહત્વના પાર્ટ્સ સુધી પહોંચી શકે છે જેના કારણે શોર્ટ સર્કિટ કે બીજા ટેક્નિકલ ખામી થવાનું જોખમ વધી જાય છે.
3/8
આજના મોટાભાગના સ્માર્ટફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે. આ બેટરી અતિશય ગરમી અને અતિશય ઠંડી—બંને પરિસ્થિતિમાં અસરગ્રસ્ત થાય છે. ગરમ બેટરીને અચાનક ઠંડા વાતાવરણમાં મૂકતા તેની ક્ષમતા ઘટી શકે છે. વારંવાર આવું કરવાથી બેટરી ઝડપથી કમજોર પડે છે અને તેની લાઈફ પણ ઓછી થઈ જાય છે.
4/8
5/8
6/8
જો ફોન વધુ ગરમ થઈ ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એના માટે થોડી વાર માટે ફોનનો ઉપયોગ બંધ કરી દો. ગેમ કે હેવી એપ્સ બંધ કરો. ફોનને સૂર્યપ્રકાશથી દૂર, ઠંડી અને હવાદાર જગ્યાએ મૂકો. ચાર્જિંગ દરમિયાન ગરમ થતો હોય તો ચાર્જર કાઢી નાખો અને થોડો આરામ આપો. કવર કાઢી દો, જેથી ગરમી ઝડપથી બહાર નીકળી શકે. પંખા કે એસીવાળા રૂમની સામાન્ય હવામાં થોડી વાર રહેવા દો.
7/8
ફોનને ઠંડો કરવા માટે ક્યારેય ફ્રિજ, ફ્રીઝર કે બરફ પર ન મૂકો. ખૂબ ઠંડી હવા પણ લાંબા સમય સુધી ન નાખો. ગરમ ફોનને તરત ચાર્જિંગ પર ન લગાડો. જો કોઈ ખાસ કારણ વગર ફોન વારંવાર ગરમ થતો હોય તો તે બેટરી કે હાર્ડવેરની સમસ્યા હોઈ શકે છે. આવા કિસ્સામાં સર્વિસ સેન્ટરમાં ચેક કરાવવું જ બેસ્ટ મનાય છે.
8/8
લાંબા સમય સુધી ગેમ રમવી, 4K વીડિયો રેકોર્ડ કરવો, એકસાથે ઘણી એપ્સ ચલાવવી, કમજોર નેટવર્કમાં સતત ઈન્ટરનેટ વાપરવું, ફાસ્ટ ચાર્જિંગ કરવું કે જૂની બેટરી હોવી—આ બધા કારણો ફોનનું તાપમાન વધારી શકે છે. આ સિવાય ઘણી એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે જેના કારણે પ્રોસેસર પર વધુ દબાણ પડે છે અને ફોન ગરમ થવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ