બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / does panipuri really heal mouth ulcer know the truth

તમારા કામનું / શું ખરેખર પાણીપુરી ખાઈ લેવાથી મોઢાના છાલા ઠીક થઈ જાય છે? દૂર કરો તમારું ભ્રમ, જાણો શું છે સત્ય

Manisha Jogi

Last Updated: 09:51 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Myth Vs Truth: અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે, મોઢામાં ચાંદા પડે તો પકોડી ખાઈ લેવી જોઈએ. શું ખરેખર પાણીપુરી ખાવાથી મોઢાના ચાંદા મટી જાય છે? આવો જાણીએ તે બાબતમાં કેટલું સત્ય રહેલું છે.

  • પાણીપુરી ખૂબ જ ચટપટુ અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ
  • અનેક લોકો ચાંદા પડે ત્યારે પાણીપુરી ખાવાની સલાહ આપે છે
  • શું ખરેખર પાણીપુરી ખાવાથી મોઢાના ચાંદા મટી જાય છે?

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેને પાણીપુરી પસંદ નહીં હોય. તમામ ગલી અને ચાર રસ્તા પર પાણીપુરીની લારી હોય જ છે. આ ખૂબ જ ચટપટુ અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. અનેક લોકો મોઢાના ચાંદા ઠીક કરવા માટે પાણીપુરી ખાતા હોય છે. અનેક લોકોના મોઢે સાંભળ્યું હશે કે, મોઢામાં ચાંદા પડે તો પકોડી ખાઈ લેવી જોઈએ. શું ખરેખર પાણીપુરી ખાવાથી મોઢાના ચાંદા મટી જાય છે? આવો જાણીએ તે બાબતમાં કેટલું સત્ય રહેલું છે.

 શું પાણીપુરી ખાવાથી ચાંદા મટી જાય છે?
શું પાણીપુરી ખાવાતી મોઢાના ચાંદા મટી જાય છે? જેનો જવાબ છે, ના. ડોકટર્સ જણાવી રહ્યા છે કે, આ એક પ્રકારનો ભ્રમ છે, ઘણા લોકો તે ફોલો કરે છે. ડોકટરો અનુસાર પાણીપુરી સોલ્ટી અને ક્રિસ્પી હોય છે. જે મોઢામાં જાય તો ચાંદા મટતા નથી, પરંતુ વધી જાય છે. આ કારણોસર એવું કહેવું કે, પાણીપુરી ખાવાથા મોઢાના ચાંદા મટી જાય છે, તે તદ્દન અયોગ્ય છે. મોઢાના ચાંદા મટે તે માટે તમારા મોઢામાંથી લાળ નીકળવી જરૂરી છે, જેનાથી તમારા ડેડ સેલ બહાર નીકળી જાય છે અને તે મટવા લાગે છે. આ કારણોસર ડૉકટરો ચાંદા પડે ત્યારે જેલ લગાવવાનું કહે છે, જે મોઢામાં લગાવીને લાળ કાઢવામાં આવે છે. 

શું પાણીપુરીનું પાણી ફાયદાકારક છે?
ડોકટરો જણાવે છે કે, જ્યારે પણ મોઢામાં ચાંદા પડે ત્યારે મીઠાના પાણીથી કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે, જેની મદદથી મોઢામાંથી લાળ નીકળે છે. પકોડીનું પાણી ચટપટુ અને મીઠાવાળુ હોય છે, આ કારણોસર મોઢામાંતી લાળ વધુ નીકળે છે. જેથી તેના કારણે મોઢાના ચાંદા મટે તેવું સંભવ હોઈ શકે છે. ડોકટર ચાંદા પડે ત્યારે પાણીપુરીની જગ્યાએ અન્ય ચટપટી વસ્તુ ખાવાની સલાહ આપે છે. ઉપરાંત મોઢાના ચાંદા માટે વરિયાળીનું પાણી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.  

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ