બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Doctors and health experts recommend drinking one coconut water daily

હેલ્થ ટિપ્સ / અનેક બીમારીઓનો એક જ ઇલાજ, કાચું નારિયેળ, રોજ સવારે ખાલી પેટ ખાવાનું શરૂ કરો

Pooja Khunti

Last Updated: 02:15 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાળિયેરમાં ઘણા બધા વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. સવારે કાચું નાળિયેર ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે. કાચું નાળિયેર ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.

  • પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે 
  • લોહીની ઉણપ દૂર થાય છે
  • વાળ અને ત્વચાને મજબૂત બનાવે છે

નારિયેળ આજની તારીખે પણ એટલું જ શુદ્ધ છે. તેમા કોઈ ભેળશેલ હોતી નથી. તેથી જ ડોકટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો દરરોજ એક નાળિયેર પાણી પીવાનું કહે છે. નાળિયેર પાણી જેટલું જ કાચું નાળિયેર પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ નાળિયેર ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. નાળિયેરમાં મળતા પોષક તત્વો ત્વચા, પેટ અને વાળ માટે ફાયદાકારક હોય છે. આ સાથે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ અસરકારક હોય છે.  

ખાલી પેટ નાળિયેર ખાવાના ફાયદાઓ 

પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે 
સવારે ખાલી પેટ નાળિયેર ખાવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે. પાચન તંત્રને મજબૂત બનાવવા માટે કાચું નાળિયેર ફાયદાકારક છે. તેનાથી શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ ઓછો થાય છે. 

લોહીની ઉણપ દૂર થાય છે
નાળિયેરમાં ઘણા બધા વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. સવારે કાચું નાળિયેર ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે. કાચું નાળિયેર ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ 
કાચું અથવા પાકું નાળિયેર વજન ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. બદલાતા મોસમમાં નાળિયેર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હ્રદય રોગનાં દર્દીઓ માટે નાળિયેર ખૂબ જ ફાયદાકારક હોય છે. 

વાળ અને ત્વચાને મજબૂત બનાવે છે 
કાચું નાળિયેર ખાવાથી વાળ સ્વસ્થ રહે છે. ત્વચા માટે પણ કાચું નાળિયેર ફાયદાકારક હોય છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે. કાચું નાળિયેર એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે.

 વાંચવા જેવું: ડાયાબિટીસની દુખતી રગ પકડાઈ! રાત્રે સૂતા પહેલા 3 વસ્તુઓ ખાઈલો, શુગર લેવલ હંમેશા રહેશે કંટ્રોલ

ડાયાબિટીસમાં ફાયદાકારક 
દરરોજ કાચું નાળિયેર ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. કાચું નાળિયેર ખાવાથી શરીરને ભરપૂર ફાયબર મળે છે. કાચા નાળિયેરમાં એમિનો એસિડ અને ગુડ ફેટ હોય છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ