બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Do You Know the Reason behind Train coaches are red and blue

નૉલેજ / શું તમે જાણો છો ટ્રેનના ડબ્બાનો રંગ લાલ અને વાદળી શા માટે હોય છે

Published By: Krupa

Last Updated: 06:51 PM, 28 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેન આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે પરંતુ એ પોતાની અંદર ઘણા રહસ્ય પણ રાખે છે. જેને સામાન્ય નાગરિક જાણવા ઇચ્છે છે, એવા જ એક રહસ્ય માટે અમે તમને જણાવવાના છે. જે જાણીને તમને પણ નવાઇ લાગશે.

  • ટ્રેનમાં બે પ્રકારના કોચ આવવા લાગ્યા છે
  • શું તમે જાણો છો લાલ અને વાદળી આ બંને રંગના કોચમાં શું ફરક હોય છે
  • ફાસ્ટ ટ્રેન માટે સિલ્વર અને લાલા રંગના કોચની ડિઝાઇન કરવામાં આવી છે

વાસ્તવમાં તમે ટ્રેનોમાં જોયું હશે કે આજકાલ ટ્રેનના કોચ બે પ્રકારના આવવા લાગયા છે. પહેલા તો વાદળી રંગના કોચમાં જેમાં તમે સામાન્ય રીતે સફર કરો છો પરંતુ બીજો એક કોચ તમે જોયો હશે સિલ્વર અને લાલ રંગનો હોય છે શું તમે જાણો છો કે બંનેમાં શું અંતર હોય છે અને બંનેનો શું ઉપયોગ હોય છે. 

સૌથી પહેલા અમે તમને જણાવીએ એ કોચ માટે જેમાં તમે સૌથી વધારે સફર કરો છો. વાદળી રંગના રેલવે કોચમાં તમે સૌથી વધારે સફર કરી હશે. આ કોચને ઇન્ટીગ્રલ કોચ કહેવામાં આવે છે જેને ઇન્ટીગ્રલ કોચ ફેકટ્રીમાં તૈયાર કરવામાં આવે છે.ભારતમાં સૌથી વધારે આ કોચ તૈયાર કરવામાં આવે છે. તમે વાદળી ઉપરાંત સિલ્વર અને લાાલ રંગનો પણ કોચ જોયો હશે. આ કોચને લિંક હૉફમેન બુશ કોચ કહેવામાં આવે છે. ફાસ્ટ ટ્રેનોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન ગતિમાન એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસમાં આ કોચનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કોચન ફાસ્ટ સ્પીડ ટ્રેન માટે જ ડિઝાઇન કરવામાં આવી છે જેની ક્ષમતા ૧૬૦ થી ૧૮૦ કિમી પ્રીતિ કલાકન સ્પીડમાં દોડી શકે તો એ એની વિપરીત લીલા રંગના  કોચનો ઉપયોગ મધ્યમ ગતિની ટ્રેનોમાં કરવામાં આવે છે.જેની સામાન્ય ગતિ ૭૦ કિલોમટરથી ૧૪૦ કિલોમીટર કલાક હોય છે.  આટલી સ્પીડમાં આ બંને કોચ સરળતાથી યાત્રીઓને એમના સ્થળે પહોંચાડી દે છે.

સ્ટેલનેસ સ્ટીલ તથા એલ્યુમિનિયમથી બનેલી અને એન્ટી ટેલીસ્કોપિક સિસ્ટમથી લેસ એલએચબ કોચના ડબ્બાથી પાટા પરથી સરળતાથી ઊતરશે નહીં, તો બીજી બાજુ આઇસીએફ કોચના ડબ્બાની વાત કરીએ તો માઇલ્ડ સ્ટીલથી બનેલા આઇસીએફ કોચના ડબ્બા નોટા ઝટકા પણ સરળતાથી સામનો કરી શકે છે જેનાથી દુર્ઘટના થવાની શક્યતા ઓછી રહે છે. એલએચબી કોચમાં ટ્રેનને જલ્દીથી રોકલા માટે ડિસ્ક બ્રેક વ્યવસ્થા લગાવવામાં આવી છે જ્યારે થોડા સમય માટે રોકાતી આઇસીએફ ટ્રેન કોચમાં એયબ્રેકઅને થ્રેડ બ્રેક સિસ્ટમ લગાવવામાં આવેલી હોય છે.

૫ લાખ કિલોમીટર ચાલ્યા બાદ એલએચબે કોચને મેન્ટેનેન્સ જરૂર પડે છે બીજી બાજુ આઇસીએફ કોચની વાત કરીએ તો પ્રત્યેક ૨ થી ચાર લાખ કિલોમીટર ચાલવા પર એને મેન્ટેનેન્સની જરૂર પડે છે. એલએચબી કોચમાં સફ કરનાર યાત્રીઓને ટ્રેનના અવાજની તકલીફ ના પડે એ માટે એનું સાઉન્ડ લેવલ ૬૦ ડેસિબલ રાખવામાં આવ્યું છે તો બીજી બાજુ આઇસીએફ કોચના સાઉન્ડ લેબલ ૧૦૦ ડેસિબલ રાખવામાં આવ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Railway Train Coach knowledge જનરલ નૉલેજ ટ્રેન કોચ knowledge

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ