બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do this special remedy on the day of Dhanteras

Dhanteras 2022 / ધનતેરસના દિવસે કરી લો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીજી થઈ જશે ખુશ, તિજોરીમાંથી ક્યારે નહીં ખૂટે ધન

Published By: Malay

Last Updated: 11:24 AM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આ વખતે 22 અને 23 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી અને વાસ્તુ ટિપ્સને અનુસરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.

  • ધનતેરસના દિવસે તજોરી અને ધનને યોગ્ય દિશામાં રાખો 
  • માં લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ થશે દૂર
  • ધન્વંતરી દેવની પૂજા કરવાથી મળે છે સ્વાસ્થ્યના આશીર્વાદ

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વખતે ધનતેરસને લઈને લોકોમાં મૂંઝવણ છે. કેટલાક લોકો 22 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર મનાવી રહ્યા છે. તો કેટલાક લોકો 23 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર ઉજવશે. આ વખતે બંને દિવસે ધનતેરસના શુભ મુહૂર્ત છે. આપને જણાવી દઈએ કે, કોઈ પણ પૂજાને જો નિયમિત રીતે કરવામાં આવે તો દેવી-દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.

ધનતેરસના દિવસે ધનને યોગ્ય દિશામાં રાખો 
ધનતેરસના દિવસે શાસ્ત્રોમાં સોનું, ચાંદી અને વાસણો વગેરે ખરીદવાની વાત કહેવામાં આવી છે. એવી જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં પણ ધનતેરસને લઈને કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે. જો આ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિની કિસ્મત રાતો-રાત ચમકી જાય છે. વાસ્તુ અનુસાર ધનતેરસના દિવસે ધનને યોગ્ય દિશામાં રાખવાથી તેમાં 13 ગણો વધારો થાય છે.

માં લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરો
ધનતેરસ પર માત્ર માતા લક્ષ્મી જ નહીં, પરંતુ કુબેર દેવ, ગણેશજી અને ધન્વંતરી દેવની પૂજાનું વિધાન છે. આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી દેવની પૂજા કરવાથી સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. સાથે જ માં લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ઉત્તર દિશાને માનવામાં આવે છે શુભ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર દિશા કુબેર દેવની માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના શુભ દિવસે જો તમે ઘરની ઉત્તર દિશામાં તમારી તિજોરી, રોકડ રકમ, કિંમતી ચીજવસ્તુઓ, આભૂષણો અથવા કબાટને સ્થાપિત કરો. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ધન રાખવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

આ વાતને ખાસ ધ્યાનમાં રાખો
ધનતેરસના દિવસે તિજોરીને ઉત્તર દિશામાં રાખતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તિજોરીનો દરવાજો દક્ષિણ દિશામાં ન ખુલે. એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીજી દક્ષિણ દિશાથી યાત્રા કરે છે અને ઉત્તર દિશામાં વાસ કરે છે. એટલા માટે જો દક્ષિણ દિશાની તરફ તિજોરી ખુલે તો ઘરમાં પૈસા ટકતા નથી અને આવતા વેત જ ખતમ થઈ જાય છે. 

નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras Diwali 2022 ખાસ ઉપાય દિવાળી 2022 ધનતેરસ માં લક્ષ્મીજી Diwali 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ