ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Diwali 2025: આજે રાત્રે કરો નાળિયેરનો આ ઉપાય, પૈસાના ઢગલા થશે, નસીબ ચમકી ઉઠશે

ધર્મ / Diwali 2025: આજે રાત્રે કરો નાળિયેરનો આ ઉપાય, પૈસાના ઢગલા થશે, નસીબ ચમકી ઉઠશે

Published By: Nirav Kumar

Last Updated: 04:04 PM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે લક્ષ્મી માતાનો આશીર્વાદ મેળવવા માંગતા હોવ તથા ધન અને સૌભાગ્ય મેળવવા માંગતા હોવ તો દિવાળીની પૂર્વ સંધ્યાએ એટલે કે કાળી ચૌદશે એક ઉપાય જરૂરથી કરવો જોઈએ.

ADVERTISEMENT

આજે કાળી ચૌદશ છે, આજના દિવસે અનેક પૂજા વિધિ કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, દિવાળીની પૂર્વ સંધ્યાએ અમુક ઉપાય કરવાથી આર્થિક મુશ્કેલીઓનો અંત આવે છે. જેમાંની એક ધાર્મિક વિધિ ખુબ જ ચમત્કારિક અને અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયમાં નારિયેળનો સમાવેશ થાય છે.

હિન્દુ ધર્મમાં નારિયેળને શુભ અને દેવી-દેવતાઓનું પ્રિય ફળ માનવામાં આવે છે. જો દિવાળીની પૂર્વ સંધ્યાએ એટલે કે, કાળી ચૌદશ પર નારિયેળ સાથે જોડાયેલી અમુક ધાર્મિક વિધિઓ કરવામાં આવે તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે તથા ધન અને સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ કાળી ચૌદશ પર નારિયેળ સાથે સંકળાયેલી ધાર્મિક વિધિઓ વિશે.

  • આર્થિક મુશ્કેલીઓનો આવશે અંત
    કાળી ચૌદશની રાત્રે હવનમાં વપરાતું અખંડ નારિયેળ ઘરે લાવો. દિવાળીની સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમારા ઘરની નજીક આવેલ નદી કે તળાવમાં આ નારિયેળને સ્નાન કરાવો.


vtv app promotion
  • ગણેશજી અને લક્ષ્મીજી મળશે આશીર્વાદ

દિવાળીની શુભ રાત્રે જ્યારે તમે ભગવાન ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરવા બેસો ત્યારે આ પવિત્ર નારિયેળને તમારા પૂજા સ્થાન પર મૂકો. આ નારિયેળ લક્ષ્મીજીને પ્રિય માનવામાં આવે છે અને તે ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે.

પૂજા કરતા પહેલા આ નારિયેળને સ્વચ્છ પાણીથી શુદ્ધ કરો. તેને લાલ કે પીળા કપડામાં લપેટી લો. પૂજા શરૂ કરતા પહેલા તેને તમારી સામે મૂકો અને કુમકુમ (સિંદૂર) કે રોલી (સિંદૂર) નું સુંદર તિલક લગાવો. ત્યાર બાદ દીવો પ્રગટાવીને લક્ષ્મીજી અને ગણેશજીની સ્તુતિ કરો.

વધુ વાંચો : દિવાળી પર ઘી કે તેલના દીવા પ્રગટાવવા? જાણો અહીં

બાદમાં  “ॐ श्रीं ह्रीं क्लीं महालक्ष्म्यै नमः”  મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વખત કરો. લક્ષ્મીજીનું ધ્યાન કરો. આ પૂજા બાદ તે નારિયેળને 24 કલાક સુધી પૂજા સ્થાન પર રહેવા દો. આ સમયને તે ઉર્જાને સ્થિર કરવાનો માનવામાં આવે છે. પછી બીજા દિવસે સવારના શુભ સમયે આ નારિયેળ ઉઠાવી તમારી તિજોરી, કેશ બોક્સ કે અન્ય જગ્યાએ મૂકો જ્યાં તમે પૈસા રાખો છો. આમ કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર સદાય માટે રહેશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2025 Kali Chaudash Lakshmi Mata

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ